ટેકનોલોજીબિઝનેસ

સેમસંગે એઆઈ  કેપેબિલિટી અને ઇન્હાન્સ નેક્ટિવિટીવાળા ‘’બેસ્પોક હોમ એપ્લાયન્સીસ’’નું પ્રદર્શન કર્યું

ભારતમાં રેફ્રિજરેટર, એર કન્ડિશનર, માઇક્રોવેવ અને વોશિંગ મશીન સહિત સેમસંગ બેસ્પોક ડિવાઇસ હવે AI દ્વારા સંચાલિત છે

મુંબઈ, મહારાષ્ટ્ર –  ઈન્ડિયાની સૌથી મોટી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ એવી સેમસંગે આજે બેસ્પોક એપ્લાયન્સીસનું પ્રદર્શન કર્યું છે, જે એઆઇ – AI દ્વારા સંચાલિત છે અને કનેક્ટેડ અને સસ્ટેનેબલ હોમ્સનું ફ્યૂચર પણ દર્શાવે છે. AI સંચાલિત હોમ એપ્લાયન્સીસ સાથે સેમસંગનો ઉદ્દેશ ઝડપથી વિકસતા પ્રીમિયમ એપ્લાયન્સીસ માર્કેટમાં ગ્રાહકોની અપેક્ષાઓને પરિપૂર્ણ કરવાની છે. ઇનબિલ્ટ વાઇ-ફાઇ, ઇન્ટરનલ કેમેરા અને એઆઇ-AI ચિપ્સની સાથે સેમસંગના બેસ્પોક AI વાળા લેટેસ્ટ એપ્લાયન્સીસના માધ્યમથી સરળ રીતે કનેક્ટ થનારા એક્સેસ કન્ટ્રોલની સાથે સુવિધાજનક હોમ મેનેજમેન્ટ પણ પ્રદાન કરે છે.

આ અવસરે સેમસંગ સાઉથવેસ્ટ એશિયાના પ્રેસિન્ડટ અને સીઈઓ જેબી પાર્કે કહ્યું કે, અમે હોમ એપ્લાયન્સિસમાં અમારી આગામી મોટી નવીનતા બેસ્પોક – AI રજૂ કરી રહ્યા છીએ, જે ઇન્ડિયન હોમ્સ માટે વધુ સ્માર્ટ જીવન સુનિશ્ચિત કરશે અને ઊર્જા વપરાશમાં ઘટાડો પણ કરશે. અમારા બેસ્પોક AI સંચાલિત હોમ એપ્લાયન્સિસ સાથે ગ્રાહકો તેમની પસંદગીઓને કસ્ટમાઇઝ પણ કરી શકશે. વડીલો અને બાળકો માટે સરળ નિયંત્રણો ઉપલબ્ધ હશે અને તેમના ઘરનાં ડિવાઇસ માટે સીમલેસ નિદાન મેળવી શકશે. AIની પરિવર્તનશીલ શક્તિ સાથે અમને વિશ્વાસ છે કે બેસ્પોક AI ભારતમાં ડિજિટલ એપ્લાયન્સીસ માર્કેટમાં અમારું નેતૃત્વ ખૂબ મજબૂત કરશે,”

AI આ ડિવાઇસની લોંગેવિટી અને સ્ટેનેબિલિટી વધારવામાં પણ મદદ કરે છે, જ્યારે યૂઝર્સને તેમના રેફ્રિજરેટરમાં વોટર ફિલ્ટર રિપ્લેસમેન્ટ માટે અથવા એર કન્ડીશનરને સ્માર્ટ થિંગ્સ એપ દ્વારા ફિલ્ટર બદલવાની જરૂર હોય ત્યારે સૂચના પણ આપશે. AI ની રજૂઆત સાથે સેમસંગનો ઉદ્દેશ આ ડિવાઇસના સંચાલન માટે જરૂરી સમય ઘટાડવાનો છે. જિયો વર્લ્ડ પ્લાઝા ખાતે સેમસંગ બીકેસીમાં ‘બેસ્પોક એઆઈ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અંગે વાત કરતા સેમસંગ ઇન્ડિયાના ડિજિટલ એપ્લાયન્સિસના સિનિયર ડિરેક્ટર સૌરભ વૈશાખિયાએ કહ્યું કે,  AI એપ્લાયન્સિસ સાથે હવે વધુ સ્માર્ટ બની શકો છો. આ ગ્રાહકોને તેમના ઘરના કામકાજમાં ખર્ચ થનાર સમય અને ઉર્જાને ઘટાડવામાં મદદ કરી શકે છે. આ ઉપરાંત ઇન્હાન્સ કનેક્ટિવિટી અને AI ક્ષમતાઓ દ્વારા આ ડિવાઇસ સ્માર્ટ હોમ અનુભવમાં ક્રાંતિ લાવીને ગ્રાહક અનુભવને આગલા સ્તર પર લઈ કટિબદ્ધ છે. AI એપ્લાયન્સીસ સાથે અમારો ઉદ્દેશ્ય અમારા પ્રીમિયમ પોર્ટફોલિયોને વધુ મજબૂત કરવાનો અને પ્રીમિયમ એપ્લાયન્સ સેગમેન્ટમાં અમારો હિસ્સો વધારવાનો છે.

ભારતમાં રેફ્રિજરેટર, એર કન્ડિશનર, માઇક્રોવેવ અને વોશિંગ મશીન સહિત સેમસંગ બેસ્પોક ડિવાઇસ હવે AI દ્વારા સંચાલિત છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button