ધી રેડીયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ સીબીએસઇ અડાજણ ના વિદ્યાર્થીઓ “ઓડિયો કંટ્રોલ કાર ” બનાવી
સુરત શાળાકીય ટેક્નોલૉજી ક્ષેત્રે ઝળહળતી સિદ્ધિ

સુરત ; ધી રેડીયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ સીબીએસઇ અડાજણ ના વિદ્યાર્થીઓ તમામ ક્ષેત્રોમાં ઉત્તમ પરિણામો આપી રહ્યું છે પછી ભલે તે વિધ્યાનો અભ્યાસ હોય, સહ અભ્યાસક્રમ હોય કે રમતગમત. અમારા વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી સ્પષ્ટ થાય છે કે આ શાળા ના ધોરણ 10 સીબીએસઇ માં અભ્યાસ કરતા વિધ્યાર્થીઓ શુભ તેજાણી અને મિથિલ પટેલ દ્વારા ફરીથી સાબિત થયું છે જેમણે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને “ઓડિયો કંટ્રોલ કાર ” બનાવી છે.
જેમાં કોઈપણ વ્યક્તિ પોતાના સ્વનિયંત્રિત અવાજ થી સમગ્ર કારનું સંચાલન કરી શકે છે.જે આજના સમયમાં શ્રેષ્ઠ ઉપલબ્ધિ છે. આ કાર બનાવવા માટે તેમની પોતાની સ્વપ્રેરણા અને શાળાના વિજ્ઞાન પ્રવાહના અનુપમ સર અને તેમની ટીમે સતત 6 મહિનાના માર્ગદર્શન હેઠળ શ્રેષ્ઠ ટેક્નોલોજીનો આવિષ્કાર કર્યો છે.
આ બદલ શાળાના મેનેજીંગ ડિરેક્ટર કિશનકુમાર માંગુકિયા તેમજ શાળાના આચાર્ય તુષાર પરમાર દ્વારા શાળા ના કેમ્પસ ડિરેક્ટર આશિષ વાઘાણી દ્વ્રારા વિદ્યાર્થીઓ શુભ તેજાણી અને મિથિલ પટેલ ને અભિનંદન પાઠવ્યા હતા આ તેમની તમામ મહેનત અને સમર્પણનું ફળ છે. વિદ્યાર્થીઓ શુભ તેજાણી અને મિથિલ પટેલ ને આવી બધી ભવિષ્યની સિદ્ધિઓ માટે શુભેચ્છા પાઠવી હતી.