પુણામાં મોબાઈલની દુકાનમાથી દેશી તમંચાની અણીએ રૂ.30 હજારની લૂંટમાં મુંબઈથી 5 લૂંટારૂઓને ઝડપી પડાયા
પુણા ખાતે બે દિવસ પહેલા મોબાઈલની દુકાનમાં ધસી જઇ દેશી તમંચાની અણીએ જીતના પૈસા હૈ ઉતના દેદો તેમ કહી રૂપિયા 30,000 લૂંટ કરી ભાગી છૂટેલા 5 લૂંટારૂઓને ગણતરીના દિવસોમાં પુણા પોલીસે મુંબઈથી ઝડપી પાડયા હતા. પોલીસે તેમની પાસેથી બે તમંચા ચાર નંગ જીવતા કારતૂસ અને રોકડા રૂપિયા રૂ.15000 મળી કુલ્લે રૂ.71200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પુણાગામ વલ્લભ નગર સોસાયટી ખાતે રહેતા રાહુલ પુરાણ બઘેલ સ્થાનિક વિસ્તારમાં મોબાઇલની દુકાન ધરાવે છે. ગત 5 ફેબ્રુઆરીએ રાહુલ દુકાને તેમના મિત્ર સાથે બેસેલા હતા રાત્રી દરમિયાન મહારાષ્ટ્ર પાસિંગની એક બાઈક ઉપર ત્રણ લૂંટારૂઓ તેમની દુકાનમાં ધસી આવ્યા હતા. બે લૂંટારૂઓ એ દેશી તમંચા કાઢી રાહુલના મિત્ર અજય પટેલ તરફ તાણી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને જીત ના પૈસા એ ઉતના દેદો તેમ જણાવી રૂપિયા 30 હજારની લૂંટ કરી ભાગી છૂટયા હતા. પુણા પોલીસે લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
પુણા પી.આઈ ન્યુ ગડરીયા એ આ ગુનાને કરવા ત્રણ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમને આરોપીઓ સુધી પહોંચવા કડી મળી હતી. પોલીસને આ ત્રણે લૂંટારુઓ મુંબઈ ખાતે ભાગી છૂટયા હોવાની બાતમી મળી હતી
તે બાતમીના આધારે પુણા પોલીસે ટેકનિકલ વર્ક આઉટ ના આધારે નવી મુંબઈ તુરબે વિસ્તારમાં આવેલી ચિંતામણી બિલ્ડિંગમાંથી લૂંટ કરનાર રાજન પલટન સહાની, રાજુ સુરેનાથ ગૌસ્વામી, બિપીન ઉર્ફે બીટ્ટુ સહાની, સમસુદ્દિં અન્સારી અને નાગનાથ મુલેકર ને દબોચી લેવામાં આવ્યા હતા પુણા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.