ટેકનોલોજીબિઝનેસ

યુડીઝ સોલ્યુશન્સને બ્લોકચેઈન સોલ્યુશન્સ ક્ષેત્રે શ્રેષ્ઠ કંપની તરીકે એવૉર્ડ પ્રાપ્ત થયો

અમદાવાદ : ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ટેકનોલોજી સર્વિસિસ પ્રોવાઈડર ક્ષેત્રની અગ્રણી કંપની તથા બ્લોકચેઈન ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રોડકટસનુ નિર્માણ કરતી કંપની યુડીઝ સોલ્યુશન્સ (Yudiz Solutions) ને દુબઈમાં યોજાયેલા ક્રિપટો 306 ઈવેન્ટમાં બ્લોકચેઈન સોલ્યુશન્સમાં શ્રેષ્ઠ કંપની તરીકે એવૉર્ડ પ્રાપ્ત થયો છે.

યુડીઝ સોલ્યુશન્સના ગ્લોબલ સેલ્સ હેડ નિરવ ચૌહાણ અને બ્લોકચેઈન ડેવલપમેન્ટ હેડ પ્રતિક તિવારીએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો. 

યુડીઝ સોલ્યુશન્સ (Yudiz Solutions)ના ચેરમેન અને ડિરેકટર શ્રી ભરત પટેલ જણાવે છે કે ક્રિપ્ટો 306 એ પ્રિમિયર એન્યુઅલ B2B અને B2C નેટવર્કીંગ ઈવેન્ટ છે, જેમાં સમગ્ર વિશ્વની ક્રિપ્ટો કોમ્યુનિટી એકત્રિત થાય છે. આવા પ્રતિષ્ઠિત સમુદાય વચ્ચે બ્લોકચેઈન સોલ્યુશન્સમાં શ્રેષ્ઠ કંપની તરીકે અમારી કંપનીનુ બહુમાન કરાયુ છે તેનુ અમને ગૌરવ છે.

ક્રિપ્ટો 306માં દુનિયાભરના નવા યુઝર્સ, ઈન્વેસ્ટર્સ અને વિશ્વભરની ક્રિપ્ટો કંપનીઓને પોતાના વિચારો વ્યક્ત કરવા અને નવા ઉભરતા પ્રવાહો અંગે ચર્ચા કરવા માટે એકત્રિત કરે છે. આ ઉપરાંત ગ્રાઉન્ડ બ્રેકીંગ પ્રોજેકટસ પણ દર્શાવવવામાં આવે છે. આ વર્ષે આ સમારંભમાં 7,000થી વધુ લોકો એકત્રિત થયા હતા. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button