
સુરત: સુરત જિલ્લા રોજગાર રોજગારવાચ્છુંક ઉમેદવારો માટે મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, સુરત દ્વારા યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આવનાર સમયમાં આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ (ARO) અમદાવાદ દ્વારા દર વર્ષે અગ્નિવીરની ભરતી રેલી યોજવામાં આવે છે. નવા ભરતી પ્રક્રિયા નિયમો મુજબ આર્મી (અગ્નિવીર) તરીકે પ્રથમ ઓનલાઈન કોમ્પ્યુટર બેઝ લેખીત પરીક્ષા યોજવામાં આવે છે. ત્યાર બાદ ફિઝકલ ગ્રાઉન્ડની પરીક્ષા લેવામાં આવે છે. મેડીકલ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ ફાઈનલ સિલેક્શન કરવામાં આવશે.
અગ્નિવીરમાં જોડાવા માંગતા સુરત જિલ્લાના ઉમેદવારોને તાલીમ મળી રહે તે માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, સુરત દ્વારા અરજીઓ મંગાવવામાં આવી છે. આ તાલીમમાં વિના મુલ્યે રહેવા અને જમવાની સુવિધા ઉપલબ્ધ કરાશે.
૧૭.૫ થી ૨૦ વર્ષ સુધીની વય ધરાવતા અને ધો.૧૦ માં ૪૫ ટકાથી વધુ અંગ્રેજી વિષય સાથે પાસ કરેલ હોય તેમજ ૧૬૮ સે.મી કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ૫૦ કી.ગ્રા.વજન અને ૭૭ થી ૮૨ સે.મી. છાતી ધરાવતા અપરણિત પુરુષ ઉમેદવારોએ આગામી ૩૦/૦૫/૨૦૨૩ સુધીમાં કચેરી સમય દરમિયાન પારપોર્ટ સાઈઝ ફોટો-૨, એલ.સી., માર્કશીટ, જાતિનો દાખલો, ડોમિસાઈલ પ્રમાણપત્ર, બેન્ક પાસબુક, આધાર કાર્ડ સાથે સાંજે – ૪ વાગ્યા સુધીમાં મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, સી વિંગ – પાંચમો માળ, બહુમાળી, સુરત ખાતે રૂબરૂ સંપર્ક કરવો. વધુ માહિતી માટે હેલ્પ લાઈન નં. – ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા મદદનીશ નિયામક(રોજગાર),સુરતની યાદીમાં જણાવ્યું છે.