એજ્યુકેશનસુરત

અડાજણ ખાતે ડિસેબિલીટી ઈન્ક્લુઝિવ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ અને લાઇવ ફિલ્ડ રેસ્ક્યુ તાલીમ યોજાઇ

દિવ્યાંગતાનાં પ્રકારો અને આફતના સમયે દિવ્યાંગોનાં બચાવ બાબતે થીયરીકલ તેમજ ડેડબોડી ડિસ્ટ્રોય અને જળહોનારત સમયે બચાવ અંગે પ્રેક્ટિકલ તાલીમ અપાય

સુરત: ગુજરાત ઈન્સ્ટીટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને નાગરિક સંરક્ષણ તાલીમશાળા,અમદાવાદનાં સયુક્ત ઉપક્રમે શહેરની સંસ્કાર ભારતી સ્કૂલ, પાલનપુર પાટિયા, અડાજણ ખાતે ડિસેબિલીટી ઈન્ક્લુઝિવ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ (દિવ્યાંગ અશક્ત વ્યક્તિનો બચાવ) તથા ફ્લડ લાઈફ સેવિંગ રેસ્ક્યુ તાલીમ યોજાઇ હતી. જેમાં સિવિલ ડિફેન્સ, સુરત અને યુનિવર્સલ ફાઉન્ડેશન (NGO)ના સભ્યો તેમજ સંસ્કાર ભારતી વિદ્યાલયનાં શિક્ષકોને તાલીમબદ્ધ કરવામાં આવ્યા હતા. આ એક દિવસીય તાલીમમાં તેમને દિવ્યાંગતાનાં પ્રકારો અને આફતના સમયે દિવ્યાંગોનાં બચાવ બાબતે થીયરીકલ ટ્રેનિંગ આપવામાં આવી હતી.

આ સિવાય જીવનરક્ષાના પગલારુપે ડેડબોડી ડિસ્ટ્રોય, ફ્લડ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં યોગ્ય વ્યવસ્થાપન માટે અડાજણના જોગાણીનગરમાં આવેલા ડાઇવીંગપુલ ખાતે પ્રેક્ટીકલ તાલીમ દ્વારા સિવિલ ડિફેન્સનાં ડિવિઝનલ વોર્ડન, પ્રકાશકુમાર વેકરીયા દ્વારા જીવંત ડેમો વડે ૯૦ જેટલા સિવિલ ડિફેન્સના મહીલા તથા પુરુષ સ્વયંસેવકોને પૂર/ જળહોનારતમાં ફસાયેલા વ્યક્તિઓનાં બચાવની વિષેષ તાલીમ આપવામાં આવી હતી. ૨૦ ફુટ ઊંડે રહેલા વ્યક્તિને બહાર ખેંચી તેનો બચાવ અને મૃતદેહને બહાર લાવવા ઉપરાંત ડૂબી રહેલા મહિલા કે પુરુષના બચાવ માટે કોઇપણ ઓજાર વિના દોરી, બોટલ કે કપડાના ઉપયોગથી લાઇવ ડેમોસ્ટ્રેશન દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી.

આ તાલીમ સત્રમાં નાગરીક સંરક્ષણ તાલીમ શાળા,અમદાવાદનાં નાયબ પોલીસ અધીકક્ષક અને કમાન્ડન્ટશ્રી એ.એ શેખ, સુરત સિવિલ ડિફેન્સના તમામ અધીકારીઓ તથા GIDM થી ડો.સદિપ પાંડે, સુરતના ચિફ સ્વિમીંગ ઇન્ટ્રક્ચરશ્રી બકુલ સારંગ અને શૈશવ સારંગ, ઇન્સ્ટ્રક્ટર ન્ટ્ક્ટશ્રી મનિષ જોષી અને સાહીલ સાલુંકે તથા સુરત ફાયર વિભાગથી માર્શલ લીડરશ્રી મેહુલ સેલર અને માર્શલ વિશાલ ધુંગરા સહિત અન્ય વિભાગોની ટીમ ઉપસ્થિત રહી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button