ગુજરાતસુરતસ્પોર્ટ્સ

તા.૬ થી ૧૩ જૂન દરમિયાન રાજ્યકક્ષાની ૬૬મી ‘અખિલ ભારતીય રાષ્ટ્રીય શાળાકીય સ્પર્ધા અં.-૧૯’ યોજાશે

સ્પર્ધામાં ભાગ લેવા માંગતા ૧૯ વર્ષ સુધીના ભાઈઓ/બહેનો માટે ૨૩ અને ૨૪ મે ના રોજ વેઈટલીફટિંગ અને ટેકવાન્ડોની રમત માટે પસંદગી પ્રક્રિયા થશે

સુરત: આગામી તા.૬ થી ૧૩ જૂન ૨૦૨૩ દરમિયાન રાજ્યસ્તરની ૬૬મી અખિલ ભારતીય રાષ્ટ્રીય શાળાકીય સ્પર્ધા અં-૧૯નું આયોજન થશે. આ સ્પર્ધા ૧૯ વર્ષ સુધીના ભાઈઓ અને બહેનો માટે વેટલીફટિંગ અને ટેકવાન્ડો જેવી બે રમતોની કેટેગરી માટે યોજાશે. જેની પસંદગી પ્રક્રિયા ૨૩ અને ૨૪ મે ના રોજ કરવામાં આવશે.

વેટલીફટિંગ રમત માટે બહેનોની પસંદગી ૨૩/૫/૨૦૨૩ અને ભાઈઓની ૨૪/૫/૨૦૨૩ના રોજ SUV ઇન્ટરનેશનલ સ્કૂલ,કામરેજ,સુરત ખાતે કરાશે. અને ટેકવાન્ડોની રમત માટે બહેનોની ૨૩/૫/૨૦૨૩ તેમજ ભાઈઓની ૨૪/૫/૨૦૨૩ના રોજ બદ્રીનારાયણ મંદિર, BAPS હોસ્પિટલ, અડાજણ,સુરત ખાતે પસંદગી કરવામાં આવશે. જેમાં કામરેજ ખાતે શ્રી નૈનેશ ડુંગરાળીને ૭૯૯૦૬૮૩૪૩૪ પર અને અડાજણ ખાતે શ્રી શાહનવાઝ શેખને ૮૧૪૧૨૨૨૫૦૨ પૂછપરછ માટે સંપર્ક કરી શકાશે.

આ સ્પર્ધામાં પસંદગી માટે તા.૧/૧/૨૦૦૪ અને તે પછી જન્મેલા, શાળામાં ફરજિયાતપણે રેગ્યુલર એનરોલ્ડ થયેલા, ધો.૮ થી ૧૨ માં અભ્યાસ કરતા કે ૨૦૨૨-૨૦૨૩ અંતર્ગત પાસ આઉટ થયેલા ખેલાડીઓ જ પાત્રતા ધરાવશે. સાથે  ખેલાડીઓએ ફરજિયાત ૨૨ કોલમવાળુ SGFI માન્ય ઓરિજિનલ એલીજીબીલીટી ફોર્મ(૩ નકલ સાથે) શાળાના આચાર્યનાં સહી સિક્કા અને જિલ્લા વિકાસ અધિકારીના સહી સિક્કા સાથે લાવવાનું  રહેશે. SGFI તથા સંબંધિત રમતના માન્ય એસોસિયેશનના નિમાનુસાર પસંદગીમાં ભાગ લઈ શકાશે અને પસંદગી પ્રક્રિયાનું આયોજન પણ તેમના નિયમ મુજબ જ કરાશે.

પસંદગી ટ્રાયલ સ્થળે સ્પર્ધકોએ ફરજિયાતપણે અસલ આધારકાર્ડ અને ૩ નકલો તથા શાળાનું બોનાફાઇડ પ્રમાણપત્ર, છેલ્લા ૨ વર્ષના ધોરણની માર્કશીટની નકલ તેમજ પાસપોર્ટ સાઈઝના ફોટા લાવવાના રહેશે. પસંદગી માટે રમતને અનુરૂપ ગણવેશ પહેરી, જન્મ તારીખ/રહેઠાણના પુરાવા તેમજ વાલીનાં સંમતિપત્ર સાથે હાજર રહી શિસ્તબદ્ધ વતવાનું રહેશે.

સિલેક્શન ટ્રાયલમાં ભાગ લેનાર ખેલાડીઓએ ફરજિયાત સરકારી બસ, ટ્રેન અથવા સરકારી વાહનમાં મુસાફરી કરવી. જે  માટે નાણાં લેનારે ટિકિટ બતાવી પ્રવાસ ખર્ચ જિલ્લા રમત વિકાસ અધિકારી તરફથી RTGS દ્વારા મેળવવાનો રહેશે. આ સ્પર્ધામાં ૧ ખેલાડી કોઈપણ એક જ રમતનાં ટ્રાયલમાં ભાગ લઈ શકશે.

વેટલીફટિંગની રાજ્યસ્તરીય સ્પર્ધામાં રજીસ્ટ્રેશન અને સ્થાનિક સંપર્ક માટે શ્રી પ્રતિક દાલિયાને ૭૫૭૫૮૬૦૦૧૭ પર, શ્રી મયૂર સોલંકીને ૭૨૦૨૮૫૮૧૪૬ પર અને શ્રી સારથી ભંડારીને ૯૦૯૯૧૦૯૯૭૦ પર સંપર્ક કરવો. તેમજ ટેકવાન્ડોની સ્પર્ધા માટે હેડ કોચશ્રી અમન કુમારને ૮૮૦૬૮૬૦૪૮૧ પર અને ટ્રેનરશ્રી જનક રાજપૂતને ૯૯૯૮૯૯૮૯૫૦ પર સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સુરતની યાદીમાં જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button