ગુજરાતસુરતસ્પોર્ટ્સ

વર્લ્ડ ટીટી ચેમ્પિયનશિપમાં હરમિત, માનુષ અને માનવ એક્શનમાં

ગાંધીધામઃ સાઉથ આફ્રિકાના ડરબનમાં શનિવારથી શરૂ થઈ રહેલી 2023 આઇટીટીએફ વર્લ્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની ફાઇનલ્સમાં ભાગ લેવા માટે ગુજરાતના ત્રણ ખેલાડી હરમિત દેસાઈ, માનુષ શાહ અને માનવ ઠક્કર ભારતીય ટેબલ ટેનિસ ટીમ સાથે રવાના થઈ ગયા છે.

વિશ્વમાં 136મો ક્રમાંક ધરાવતો 29 વર્ષીય હરમિત દેસાઈ પ્રથમ રાઉન્ડમાં 59મા ક્રમના પોર્ટુગિઝ ખેલાડી થિયાગો એપોલોનિયા સામે ટકરાશે.
 
દરમિયાન વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલ્સમાં પહેલી વાર રમશે અને 22 વર્ષનો આ ડાબેરી ખેલાડી (વિશ્વ ક્રમાંક 152) તેની પ્રારંભિક રાઉન્ડની મેચમાં 49મા ક્રમના સાઉથ કોરિયન ચો સેયુંગમિન સામે રમશે.
 
સુરતનો માનવ ઠક્કર મિક્સ ડબલ્સમાં અર્ચના કામથ સાથે મળીને પ્રથમ રાઉન્ડમાં પુએર્ટો રિકોની જોડી ડેનિયલ ગોન્ઝાલેઝ અને મેલાઇના ડિયાઝ સામે ટકરાશે.
 

ભારતીય ટીમ
મેન્સ ટીમઃ
1. શરથ કમાલ
2. જી. સાથિયાન
3. હરમિત દેસાઈ
4. માનુષ શાહ

 
વિમેન્સ ટીમઃ

1. મણિકા બત્રા
2. શ્રીજા અકુલા
3. રીથ રિશ્યા
4. સુતિર્થા મુખરજી

 
મિક્સ ડબલ્સઃ

માનવ ઠક્કર અને અર્ચના કામથ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button