સુરત. એસોસિયેશન ઓફ ગ્લોબલ મર્ચેન્ટ દ્વારા સુરત ટેકસટાઇલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ સાથે મળીને વર્ચ્યુઅલ એક્સપોર્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમંત્રિત મહેમાનો અને નિષ્ણાંતો દ્વારા એક્સપોર્ટ ના વ્યવસાયમાં કેવી રીતે સફળતા મેળવી શકાય એ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
એસોસિયેશન ઓફ ગ્લોબલ મર્ચેન્ટના ફાઉન્ડર ભગીરથ ગોસ્વામીએ જણાવ્યું હતું કે એસોસિયેશન દ્વારા દર મહિને આ પ્રકારની ઇવેન્ટ કરવામાં આવે છે. આ વખતે સુરત ટેકસટાઇલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ, ડીજીએફટી, આઇડીએફસી બેંક, બીઇંગ એક્સપોર્ટર દ્વારા વર્ચ્યુઅલ એક્સપોર્ટ સમિટ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ઇન્ટરનેશનલ સ્તરે યોજાઈ રહેલા એક્ઝીબીશન, એક્સપોર્ટ્સ માટે કેવી રીતે ઇન્વેસ્ટ, ફંડિંગ અને લોન મેળવી શકાય એટલે કે બેન્કિંગ અને ફાઇનાન્સ, સરકાર દ્વારા એક્સપોર્ટ માટે સરકારની યોજનાઓ અને પોલિસી, વૈશ્વિક સ્તરે શું એક્સપોર્ટ કરી શકાય અને શેની ડિમાન્ડ છે એ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
માર્ગદર્શન આપવા માટે એસઆરટીઈપીસી ના ચેરમેન ધીરજ શાહ, એસઆરટીઈપીસીના એડિશનલ ડાયરેક્ટર કે.બરૂહા, ફોરેન ટ્રેડ ના ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ જનરલ ડી. ટી. જેકબ ઓગસ્ટીન, આઈડીએફસી બેંકના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ અને બ્રાન્ચ મેનેજર ગગન સ્વામી, બીઇંગ એક્સપોર્ટર ના ફાઉન્ડર ભગીરથ ગોસ્વામી, એસઆરટીઈપીસી ના રિજનલ ડાયરેક્ટર જી.કે. સહાય ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર સમિટને નવી મુંબઈની ઝેન એક્સપોર્ટ ના અફિયા કાઝી દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી. આ એક્સપોર્ટ સમિટમાં ઓનલાઇન અને ઓફલાઈન મળી કુલ 450 થી વધુ લોકો જોડાયા હતા.