સુરત, આજરોજ ફોગવા પ્રમુખ અશોકભાઈ જીરાવાલાની આગેવાની માં વિવિધ સોસાયટી ના પ્રમુખશ્રીઓ તથા ફોગવા ના હોદ્દેદારો ની મિટિંગ મળી હતી જેમાં સર્વાનુમતે નીચે ના નિર્ણયો લેવામાં આવ્યા છે.
આ મિટિંગ માં હરિભાઈ કથીરિયા, રસિકભાઈ કોટડીયા, રાકેશભાઈ પટેલ, ચેતનભાઈ રામાણી, બાબુભાઇ સોજીત્રા, કેશરલી પીરઝાદા, પંકજભાઈ પનસરી, રમેશભાઈ જીવાની, સુરેશભાઈ શેખલીયા, સવજીભાઈ ધામેલીયા, નાથાભાઈ, આકાશ ભાઈ ભાદાણી, હરેશભાઇ ડૉક્ટર તથા સંજયભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.
(1)પ્રવર્તમાન બજાર ની પરિસ્થિતિ ને ધ્યાન માં લઇ દિવાળી વેકેશન તા ૨૪/૧૦/૨૨ થી ૧૦ દિવસ માટે રાખવામાં આવ્યું છે. જેનો ચુસ્તપણે પાલન કરવું.
(2)ફોગવા દ્વારા ગ્રે બ્રોકર્સ ઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. ફોગવા સાથે રજીસ્ટ્રેશન થયેલ દલાલો સાથે જ વિવર્સઓ કામ કરશે.
(3)જે વેપારી ના પેમેન્ટ દિવાળી સુધીમાં પાક્યા હોય તેમણે સત્વરે પેમેન્ટ કરી દેવુ ત્યારબાદ પેમેન્ટ કરનાર ને દિવાળી ની રજા ના દિવસો વ્યાજ ની ગણતરી માં બાદ મળશે નહિ. દિવાળી વેકેશન ફક્ત ઉત્પાદન માટે લાભપાંચમ થી માર્કેટ ચાલું થયે વિવર્સ દ્વારા પેમેન્ટ માટે ઉઘરાણી કરવામાં આવશે.