ધર્મ દર્શન

માઁ જગદંબાની આરાધના કરવાથી આ સંસારના સુખ અને મોક્ષ પણ પ્રાપ્ત થાય છે : શંકરાચાર્યજી

સતસંગમાં જુનાગઢના પુજ્ય સંતશ્રી મુક્તાનંદજી મહારાજ ઉપસ્થિત રહ્યા

સુરત : ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાન અર્થે સુરત શહેરમાં દ્રારકા શારદાપીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય મહારાજશ્રી સદાનંદ સરસ્વતીજી પાલ મુકામે આવેલા શ્રી વરજાંગભાઇ રાણાભાઇ જીલરીયાના નિવાસસ્થાને પધાર્યા છે અને એમના દર્શનનો લાભ ધર્મ પ્રેમી જનતાઓ લઈ રહ્યા છે. આજરોજ શંકરાચાર્યજીના સતસંગમાં જુનાગઢના પુજ્ય સંતશ્રી મુક્તાનંદજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા

ચૈત્રી નવરાત્રીના બીજા પાવન દિવસે આજરોજ દ્વારકા શારદાપીઠનાં પૂજ્ય શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે પોતાના પાવન વચનો દ્વારા સુરત શહેરના ધર્મપ્રેમી લોકોને સત્સંગનો દિવ્ય લાભ આપ્યો હતો. આ સતસંગનો અવસર સુરત શહેરને રામનવમી સુધી દરરોજ સાંજે 5 થી 7 મળી શકશે. આદિશંકરાચાર્યજીના વચનોની પરંપરાવલીનો આ અનેરો લાભ બધા લઈ શકે છે.

ચૈત્રી નવરાત્રી નિમીતે પુજય શંકરાચાર્યજીએ કહ્યું કે આપણે દેવીદેવતા પાસે જે સંકલ્પની યાચના કરીએ આપણી એ સાંસારીક માંગણીઓ પુરી થાય. પરંતુ એક માઁ જગદંબાની આરાધના કરવાથી આ સંસારના સુખ અને મોક્ષ પણ પ્રાપ્ત થાય છે. એ માઁ નવસ્વરૂપા છે, દસ મહાવિદ્યા ધારણ કર્તા છે. એ માઁ કોણ છે? એ મહાશક્તિ કોણ છે? આદિશંકરાચાર્યજી કહે છે કે એ ઓમકાર સ્વરૂપ છે. સૃષ્ટિના લય અને પ્રલય થાય છે. તમામ જગત વ્યક્ત અને પછી અવ્યક્ત થઈ જાય છે. છતા જે શક્તિ બચે છે એ માઁ જગદંબા, પરામ્બિકા છે. ॐ માં અકાર અને મકાર બંને વિદ્યમાન છે. એટલે કે લય અને પ્રલય બંને એકબીજામાં સમાય જાય છે. સરળ રીતે જોઈએ તો પ્લસ અને માઈનસ જીરો થાય છે. તો શેષ શું રહે? ॐ માં શેષ જે બિંદી બચે એ શક્તિ છે. એ જ પ્રલય પછી બચે છે અને ફરી સૃષ્ટિ સર્જન એના દ્વારા જ થાય છે. પુન:નિર્માણ એ શક્તિ થકી જ થાય છે. આમ માઁ જગદંબા, ત્રિપૂરાસુંદરી જ આ જગતનું મુળ કારણ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button