સુરત

સુરત જિલ્લા સેવા સદનમાં રાઉન્ડ ધ ક્લોક ધમધમતી ચૂંટણી શાખા

શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને સુગમ મતદાન માટે સુરત જિલ્લા ચૂંટણીતંત્ર સુસજ્જ

સુરત: દેશમાં લોકસભાની ચૂંટણીના રૂપમાં વિશ્વની સૌથી મોટો લોકશાહીના મહાપર્વની ઉજવણી થવા જઈ રહી છે. હાલ ભારતીય ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં આચારસંહિતા અમલી છે, ત્યારે સામાન્ય દિવસોની સરખામણીમાં બી બ્લોક, જિલ્લા સેવા સદન, અઠવાલાઈન્સ ખાતે પ્રથમ માળે આવેલી ચૂંટણી શાખા હાલ આખો દિવસ ચૂંટણીલક્ષી વિવિધ પ્રકારની કામગીરીથી ધમધમી રહી છે.
ગુજરાતમાં આગામી તા.૦૭મી મેના રોજ મતદાન થશે, જેને અનુલક્ષીને સુરત-૨૪ સંસદીય મતવિસ્તારની ચૂંટણી શાંતિપૂર્ણ, સરળતાથી પૂર્ણ થાય અને વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લા ચૂંટણીતંત્ર રાઉન્ડ ધ ક્લોક શરૂ છે.

ચુંટણી શાખા એ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, ઉમેદવારો, આમ નાગરિકો અને ચૂંટણી તંત્ર વચ્ચે મહત્વની કડી છે.
સુરત જિલ્લા ચૂંટણી શાખામાં બે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી, એક નાયબ કલેકટર,ચાર મામલતદાર, ૧૧ નાયબ મામલતદાર, ૬ ક્લાર્ક, ૭ ઓપરેટરો સહિત બે સિસ્ટમ સુપરવાઈઝર સાથે ૨૪*૭ કામગીરી કરી રહ્યા છે. જેમાં મતદારોને ફોટો ઓળખ કાર્ડ ઇસ્યુ કરવાની, ઓળખ કાર્ડને લગતા સુધારા-વધારાઓ, ચૂંટણી સંબંઘિત રેકર્ડની જાળવણી, મતપેટીઓ, ઇવીએમ, બેલેટ પેપર, પતરાની પેટીઓ, અગાઉની મતદાર યાદીની જાળવણી, ચૂંટણી સંબંધી નોટીસ, જાહેરનામા પ્રસિદ્ધ કરવા, મતદાન મથકો માટે ચૂંટણી સામગ્રી સહિત મતદાન અધિકારીઓ, પ્રિસાઈડિંગ, પોલિંગ ઓફિસરો સહિતનો ચૂંટણી સ્ટાફ નિયુક્ત કરવો, ભારતના ચૂંટણી પંચ અને મુખ્ય નિર્વાચન અધિકારીને જરૂરી અહેવાલો મોકલવા, કાયદાકીય જોગવાઇઓ અનુસાર ચૂંટણી દરમ્યાન ન્યાયી અને નિષ્પક્ષ રીતે મતદાન કરાવવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

ઉપરાંત, કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના માર્ગદર્શનમાં વિવિધ નોડલ અધિકારીઓ સાથે સંકલન અને નિયમિત રીતે બેઠકો યોજવી, MCMC સેન્ટરના સહયોગથી પેઈડ ન્યૂઝ પર બાજ નજર રાખી કાર્યવાહી કરવી, મતદાન જાગૃતિ- સ્વીપ કામગીરીને વેગ આપવો જેવા વિવિધ પ્રકારના કાર્યો કરવામાં આવી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button