ધર્મ દર્શન
બાબા શ્યામનો ત્રિરંગાનો શણગાર
સુરત, શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સુરતના VIP રોડ સ્થિત શ્રી શ્યામ મંદિરમાં બાબા શ્યામને ત્રિરંગાનો શણગાર કરવામાં આવ્યો હતો.
આ અવસરે બાબાને ત્રિરંગાના ફૂલોથી શણગારવામાં આવ્યા હતા અને સમગ્ર મંદિરમાં ત્રિરંગા ધ્વજ લગાવવામાં આવ્યા હતા. સ્વતંત્રતા દિવસ નિમિત્તે સવારે અગિયાર વાગ્યે મંદિરે ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું હતું.