એજ્યુકેશન
સ્વતંત્રતા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી
સુરત, જે-9 હાઈસ્ટ્રીટ કોમ્પલેક્ષ, કેનાલ રોડ, વેસુ ખાતે સ્વતંત્રતા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંકુલમાં આવેલી તમામ દુકાનો અને ટ્યુશન ક્લાસના બાળકોએ મળીને 75માં આઝાદીના અમૃત પર્વ નિમિત્તે માનવ સાંકળ રચીને 75 લખ્યા હતા.
આ પ્રસંગે રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું અને ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવવામાં આવ્યા હતા.