ધર્મ દર્શન

પાર્શ્વપ્રભુ તથા આ. ગુણરત્નસૂરિજી મ. સા.ની પ્રતિમાનો રંગેચંગે કાષ્ઠના મંદિરમાં પ્રવેશોત્સવ ઉજવાયો

મહાવિદેહધામમાં પાર્શ્વપ્રભુ ની પ્રતિષ્ઠા તથા ગુરુગુણ સમાધિ મંદિરની પ્રતિષ્ઠાના ઉપલક્ષમાં ૧૧ દિવસીય કાર્યક્રમ

સુરતઃ વેસુ સ્થિત દીક્ષાદાનેશ્વરી સંયમતીર્થ મહાવિદેહધામમાં પાર્શ્વપ્રભુ ની પ્રતિષ્ઠા તથા ગુરુગુણ સમાધિ મંદિરની પ્રતિષ્ઠાના ઉપલક્ષમાં ૧૧ દિવસીય કાર્યક્રમ અંતર્ગત વેરાગ્યવારિધિ આ. શ્રી કુલચન્દ્રસૂરિજી મ. સા. આદિ ૧૫ થી વધુ આચાર્ય ભગવંતો અને ૯૦૦થી વધુ શ્રમણ-શ્રમણી ભગવતોની પાવ નિશ્રામાં પાર્શ્વપ્રભુ તથા આ. ગુણરત્નસૂરિજી મ. સા.ની પ્રતિમાનો ભવ્યાતિભવ્ય રંગેચંગે કાષ્ઠના મંદિરમાં પ્રવેશોત્સવ ઉજ્વાયો હતો.

જેમાં લાભાર્થી પરિવાર તથા ટ્રસ્ટીવર્યોએ લાભ લીધો હતો. શ્રી પંચકલ્યાણક સંવેદનાનો વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. પૂ. પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજે દીક્ષા કલ્યાણક ઉપર સંવેદના વ્યકત કરી હતી. વિષયોનું વમન અને કષાયોનું શમન કરવા માટે સઁયમ સ્વીકાર જરૂરી છે.

બર્માટીક નામના કાષ્ઠમાંથી આ મંદિર સમગ્ર ભારતભરમાં પ્રથમ વાર બન્યું છે. આ જિનાલય માત્ર ૧૮ દિવસમાં નિર્મિત થયું છે. આ મંદિરમા જે પ્રભુ પાર્શ્વનાથ બિરાજમાન થયા છે તે ૨૩૦૦ વર્ષથી વધુ પ્રાચીન છે. આ પરમાત્મા ગાંભુ તીર્થમાંથી પ્રાપ્ત થયા છે. આ પ્રભુ અત્યન્ત ચમત્કારિક મહાવિદેહધામ શ્રમણ-શ્રમણી ભગવંતોને શાતા અને સમાધિ પ્રાપ્ત થાય એ ઉદ્દેશ્ય થી બનાવવામાં આવ્યું છે. આ સમાધિ તીર્થમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થશે. સંયમતીર્થ માં જ્ઞાનભંડાર, આરાધના હોલ, ધર્મશાળા, મેડીકલ સેન્ટર, પાઠશાળા, ભોજનશાળા, આયંબિલશાળા, ચોવિહાર હાઉસ, ટીફીન વ્યવસ્થા, મેડીટેશન જેવા વિવિધ સંકુલ સંકુલોનું નિર્માણ થયું છે.

“સેલ્યુટ ટુ શાસન વરિયર્સ ” નામનો અદ્ભુત કાર્યક્રમ સંધ્યા સમયે મેહુલ જૈને અત્યાર સુધી શ્રમણ- શ્રમણી ભગવંતો અને શ્રાવક-શ્રાવિકાઓ એ દેશ માટે જે બલિદતનો આપ્યા છે તેનો ચિતાર વર્ણવ્યો હતો. સંગીત સમ્રાટ્ આર્જવ રાવલે જિનશાસન તથા રાષ્ટ્રભક્તિનાં ગીનો દ્વારા શાસનભકિત અને રાષ્ટ્રભક્તિ લોકહૃદયમાં જીવંત કરી હતી.

સ્વાનુભૂતિપર્વ તરીકે આજ ના દિવસની આનંદોત્સવ પૂર્વક ઉજવણી કરી હતી. તા. 20 ફેબ્રુ. એ સવારે ગુરુ પાદુકા પૂજન અને બહેનોની ભવ્યાતિભવ્ય સંગીત સાથે સાંજીનો કાર્યક્રમ તેમજ તીર્થ નિર્માણ સ્પર્ધાની સાથે કલ્યાણકભૂમિઓની હધ્ય સ્પર્શી ભાવયાત્રા થશે. એમ પૂ. પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજ્યજી મહારાજે જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button