ધર્મ દર્શન

800 થી વધુ શ્રમણ-શ્રમણી ભગવંતોની પાવન નિશ્રામાં ભવ્યાતિભવ્ય મહોત્સવ

સુરતઃ વેસુ સ્થિત સંયમતીર્થ મહાવિદેહધામ ખાતે આ. ફુલચન્દ્રસૂરિજી મહારાજ આદિ 800 થી વધુ શ્રમણ-શ્રમણી ભગવંતોની પાવન નિશ્રામાં ભવ્યાતિભવ્ય મહોત્સવ ઉજવાઈ રહયો છે. પ્રેમ-ભુવનભાનુસૂરિ સમુદાયમાં જૈનાચાર્ય ગુણરત્નસૂરિજી મહારાજા સંયમ સમ્રાટ્ તરીકે વિશિષ્ટ ખ્યાતિ પામ્યા છે. ગુરુ તો ઘણાં મળે પણ સદ્ગુરુ મળવા દુર્લભ છે. જીવનનાં ખોરવાઈ ગયેલા તાળાંને ખોલી આપે તેને સદ્ગુરુ કહેવાય. ભૌતિકવાદ, ભોગવાદ અને યન્ત્રવાદ તરફ ઘસી રહેલી યુવાપેઢીને સન્માર્ગે લાવીને સંયમ માર્ગ તરફ વાળવાનું કાર્ય પૂજ્યશ્રીએ શકવર્તી કર્યું હતું. એમ પૂ.પંન્યાસ પદ્મદર્શન જી મહારાજે કહ્યું હતું.

મહાવિદેધામમાં સુંદરબેન ગોકુળચંદજી પોખરણા પરિવારે ગુરુપાદુકા પૂજન કર્યું હતું. આ પાવન અવસરે ચાર હજારથી વધુ ગુરુભક્તોએ પણ ગુરુપાદુકા પૂજન કર્યું હતું. સંવેદન શીલ ગુરુભક્ત પ્રફુલ રાઠોડે સદગુરુ ની પાદુકાએ અદભૂત પ્રસ્તુતિ સંવેદના દ્વારા વ્યક્ત કરી હતી. તમામ હિંદુ સંસ્કૃતિમાં અને જૈન ધર્મમાં ગુરુપાદુકાનું અનેરું મહત્વ છે. વ્યક્તિની ગેરહાજરી- માં એની પાદુકા-મહત્વની છે. પાદુકા એ સદગુરુ ના અસ્તિત્ત્વનો વિશિષ્ટ અંશ છે. પ્રભાવકતા અને પરિણતિનું પ્રતિબિંબ એટલે ચરણ પાદુકા. સૂર્ય સમાન આચાર્યો છે જેમ સૂર્ય ઓક્સિજન અને પ્રકાશનો મહાસ્રોત છે તેમ સદગુરુ જ્ઞાનના સૂર્ય સમાન છે જ્ઞાનાચોરથી પૂજ્યશ્રીએ જગતને જ્ઞાનથી અજવાવ્યું હતું.

સદગુરુ દર્શનાચારના ક્ષેત્રે સમર્પણની પરાકાષ્ઠા વાળા છે. આચાર્યો સુરજમુખી જેવા છે. પૂજ્યશ્રી જૈન શાસનના ધરોહર હતા. પ્રભુની આજ્ઞાને તેઓશ્રીએ જીવન બનાવ્યું હતું. જીવંત ગુરુની ઓરા સર્કલ જેવી હોય તે આજે પણ જોવા મળે છે. વેલ્થ, હેલ્થ કરતાં પણ કેરેક્ટર મહત્વનું છે. સના, સંપત્તિ કરતાં ચારિત્ર મહત્વનું છે. ૮૨ વર્ષ સુધી મચ્છરોના ત્રાસ વચ્ચે પણ મચ્છરદાનીનો ઉપયોગ કર્યો નહોતો એવું નિર્મળ જીવન પૂજ્યશ્રીનું હતું. આત્માની એનર્જી માટે તપની જરૂર છે. શરીર ની ફિટનેસ નો આજનો માણસ જેટલી ચિંતા કરે છે. એટલી આત્માની ફીટનેસની ચિંતા કરતો નથી. પૂજ્યશ્રીએ ૮૦વર્ષની ઉંમર સુધી એકાસણની તપશ્વર્યા કર્યા હતા

ઈકોનોમીમાં જેમ સુવર્ણનું મહત્ત્વ છે. તેમ સંયમમાં સત્ત્વની મહતા છે. ‘ વી અનબીટીબલ ’ મુંબઈ ગૃપના યુવાનોએ ડાન્સ દ્વારા પર્ફોમન્સ બતાવ્યું હતું ‘અમેરિકા ગોટ ટેલેન્ટ’ માં આ યુવાનો પ્રથમ આવ્યા હતા. આ નૃત્યને જોવા વિશાળ મંડપ નાનો પડ્યો હતો. તા. ૨૧ ફેબ્ર. જ્ઞા દિવસે વિશાળ શોભાયાત્રા સવારે 9:00 કલાકે નીકલશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button