ટી એમ પટેલ સ્કૂલ ખાતે શૈક્ષણિક સત્ર ના પ્રારંભ સાથે વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું

સુરત:- સુરતની ટી એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં નવા શૈક્ષણિક સત્ર નો પ્રારંભ થયો છે જેમાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ ની સાથે તેમને પેરેન્ટ્સ પણ ખુશ જણાય હતા. ખાસ કરી ને નર્સરીના વિદ્યાર્થીઓને હર્ષોલ્લાસ સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
શૈક્ષણિક સત્રના પ્રારંભ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને જોશથી ભરેલો રહેલો હતો. ટી એમ પટેલ સ્કૂલમાં ભણતરની ટેકનિક અને ફ્રેન્ડલી એટમોસ્પિયરના કારણે વિદ્યાર્થીઓ હંમેશ સ્કૂલમાં આવવા માટે ઉત્સાહિત રહેતા હોય છે. વેકેશનમાં પણ તેઓ સ્કૂલની એક્ટિવિટી ને ખુબ યાદ કરતા હોય છે. સ્કૂલમાં એજ્યુકેશન ની સાથે માઈન્ડ અને ફિઝિકલ ફિટનેસ બાબતે ખૂબ જ સકારાત્મક અભિગમ રાખવામાં આવે છે. જેની સાથે ખૂબ જ કવોલીફાઈ સ્ટાફ દ્વારા દરેક વિદ્યાર્થીઓ પર પૂરતું ધ્યાન આપવામાં આવે છે.
વેકેશન પૂર્ણ થતાની સાથે જ ફરી સ્કૂલ ખુલતા બાળકોનો ખિલખિલાટ સંભાળવા મળ્યો હતો. ખાસ કરીને નર્સરીના વિદ્યાર્થીઓ જેમના માટે આજ નો દિવસ ખાસ રહ્યા હતો. કેમકે આ તેમના જીવનનો નવો અધ્યાય અને સોપાન છે. સ્કૂલના પગથિયાં તેમને જીવનને સાચી દિશા આપે તે માટે સ્કૂલ દ્વારા ખૂબ જ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ તબ્બકે નર્સરીના બાળકોના પરેન્ટ્સ પણ ખુશાલ જણાયા હતા અને બાળકોનું વેલકમ જોઈએ ઉત્સાહિત થતાં હતાં. વિવિધ એક્ટિવિટી ની સાથે બાળકોએ મેસ્કોટ સાથે પણ મજા માણી હતી અને છેલ્લે સનેક્સ પણ એન્જોય કર્યું હતું.