ધર્મ દર્શન

 શ્રી ઉમરા જૈન સંઘ, સુરતથી શ્રી શત્રુંજ્ય ગિરિરાજ (પાલિતાણા)નો છ!રી પાલક 30 દિવસીય મહાસંઘ પગપાળા ચાલી સુરતથી સૌરાષ્ટ્રનો સફર ખેડાશે

શ્રી ઉમરા સંઘમાં રજત જયંતિ વર્ષે થઇ રહેલું સર્વપ્રથમ શાનદાર આયોજન

• પ્રખર જૈનાચાર્ય… સ્વર સમ્રાટ… કુશલ શિષ્યોના શિલ્પી, અયોધ્યાપુરમ્ મહાતીર્થ પ્રણેતા, આઠ-આઠ વિરાટ તેમજ કુલ 45 પદયાત્રા (છ!રી પાલક સંઘના) પ્રેરક પ.પૂ. બન્ધુ બેલડી આચાર્ય દેવ શ્રી જિનચંદ્રસાગરસૂરિજી મ.સા.ના શુભ સાન્નિધ્યે થઇ રહેલું જબરદસ્ત આયોજન

• 24-11-2022 મા.સુ.1ના પદયાત્રાનું વિજય પ્રસ્થાન • હજારો ભાવુકોનો સૈલાબ ઉમટી પડશે

• પાલિતાણા સ્થિત શત્રુંજ્ય- મહાતીર્થનો એક-એક કણ પવિત્ર છે. અહીંથી અનંત આત્માઓ મોક્ષ પદને પામ્યા છે.

• આ મહાતીર્થ શાશ્વત છે, પ્રભાવક છે. અત્યંત પવિત્ર, મહાચમત્કારિક ફળ આપનાર છે.

• રોજ 12-13 કિલોમીટરની પદયાત્રા, દરમિયાન આવતા દરેક ગામોમાં જરૂરતમંદ લોકોને આવશ્યક સામગ્રી, કપડા, વાસણ, ધાન્ય- અનાજ- મિઠાઈ, શોલ- સ્વેટર અર્પણ કરાશે.

• નિત્ય પ્રવચનો દ્વારા વ્યસનમુક્તિ, જીવનશુદ્ધિના મંત્રો આપવામાં આવશે, જેથી હજારો લોકોના જીવનનો જીર્ણોદ્ધાર થશે. • 100 સાધુ-સાધ્વીજી સહિત 350 પદયાત્રી જોડાશે… છેલ્લા અઠવાડિયામાં આ સંખ્યા 1000ને આંબી જશે.

વિરાટ અહિંસા- સદાચાર- પદયાત્રા આયોજન શા માટે ?

આ વર્ષે વિ.સં. 2078 (સન 2022)નું ચાતુર્માસ અર્થે પ્રખર જૈનાચાર્ય બન્ધુ બેલડી ગુરૂભગવંત શ્રી જિનચંદ્રસાગરસૂરિજી મહારાજા આદિ વિશાળ શ્રમણ-શ્રમણી વૃન્દનું આગમન શ્રી ઉમરા જૈન સંઘ સુરત ખાતે થયેલ. ચાતુર્માસનો માહોલ… ખૂબ જ સરસ શ્રોતાવર્ગને જ્ઞાન-આનંદ આપનાર રહ્યો. તે દર મિયાન શ્રી ઉમરા સંઘના પ્રાણ સમાન શ્રી કુંથુનાત અને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ મુખ્ય જિનાલયની 25મી સાલગીરીની ઉજવણી. અદ્વિતીય અનુપમ રીતે કરવાનું નક્કી થયું. પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીએ પાલિતાણા સ્થિત શત્રુંજ્ય મહારીત્ના વિરાટ છઃરિપાલક મહાસંઘની ગજબનાક પ્રેરણા કરી. ઉમરા સંઘના અગ્રણી ટ્રસ્ટી શ્રી, યુવાવર્ગ, શ્રોતાવર્ગ આદિ સૌએ આ વાતને વધાવી લીધી. અને હવે 24 નવેમ્બર, મા.સુ. એકમના વિરાટ અહિંસા – સદાચાર- પદયાત્રાનું વિજય પ્રસ્થાન સુરતથી થશે. જે 24 ડિસે. પો. સુ. 1ના પાલિતાણા સ્થિત શત્રુંજ્ય મહાતીર્થ પર પૂર્ણ થશે.

શું વિશેષતા હશે ? આ છઃરી પાલક વિરાટ અહિંસા સદાચાર પદયાત્રાની

• સુંદર કલાત્મક, આકર્ષક રથમાં પરમાત્માના પ્રતિમાજી બિરાજમાન થશે, સાથે અતિઅદભૂત રચના.. પાલિતાણા- (શત્રુંજ્ય- મહાતીર્થની) થશે.
• મસ્ત ચાલથી શોભતા ગજરાજ, ઉંટગાડી, પ્રાચીન સંસ્કૃતિની યાદ અપાવશે.
• 350 પદયાત્રીઓ હશે જેમાં 100 સાધુ- સાધ્વીજીનો લાભ પણ પ્રાપ્ત થશે.
• મહાતીર્થની મધુર સ્વરમાં ભક્તિ કરતા બેન્ડ, ઢોલ, શરણાઇથી વાતાવરણ ગુંજાયમાન થશે.
• પદયાત્રીઓની ભક્તિ વ્યવસ્થા માટે રોજ આવાસ ખંડ અને આહાર ખંડની રચના કરાશે.
• જિનાલયો દીપ-શણગાર થશે. ભવ્ય આરતી થશે.

પરમપૂજ્ય બંધુ બેલડી આચાર્ય દેવશ્રીની નિશ્રામાં આવી કેટલી પદયાત્રાઓ નીકળી ?

માત્ર 12 વર્ષમાં દીક્ષા લેનાર. 60થી પણ વધુ વર્ષો સંયમ જીવન શ્રેષ્ઠતમ રીતે પાલન કરનાર જૈનાચાર્યશ્રી જિનચંદ્રસાગરસૂરિજી મ.સા.ના શુભ સાંનિધ્યમાં 45થી વધુ પદયાત્રાઓ નીકળી ચૂકી છે. જેમાં ચેન્નઇથી પાલિતાણા 135 દિવસ, સુરતથી શિખરજી (ઝારખંડ) 140 દિવસ, સુરતથી પાલિતાણા (30 દિવસ) બે વાર, રતલામથી પાલિતાણા (30 દિવસ) બે વાર, ઇન્દોરથી પાલિતાણા (36 દિવસ) બે વાર આ રીતે હજારો ભાવુકો જોડાયા છે. અને અભૂતપૂર્વ ધર્મપ્રભાવનાઓ થઇ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button