સુરત

સખીયા સ્કિન ક્લિનિકનો ગ્રોથ પ્લાન : બે વર્ષમાં દેશભરમાં 100 ક્લિનિક સુધી પહોંચવાનું લક્ષ્ય

સુરત : ભારતમાં ડર્મેટોલોજી અને સૌંદર્ય ચિકિત્સા ક્ષેત્રે અગ્રણી “સખીયા સ્કિન ક્લિનિક”, સ્કિનકેર અને હેરકેરમાં તેની સ્થિતિ વધુ મજબૂત કરીને આગળ ઝડપી વૃદ્ધિ માટે તૈયાર છે. તેની મહત્વાકાંક્ષી વૃદ્ધિ વ્યૂહરચનાના ભાગરૂપે, સંસ્થા દ્વારા નવા ક્લિનિક શરૂ કરીને બે વર્ષમાં દેશભરમાં 100 જેટલા ક્લિનિક સંચાલિત કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, 1998માં જાણીતા ત્વચારોગ વિશેષજ્ઞ ડૉ. જગદીશ સખીયા દ્વારા સ્થાપિત, સખીયા સ્કિન ક્લિનિક હાલમાં સમગ્ર ભારતમાં ૩૫ ક્લિનિકનું સંચાલન કરે છે. ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં આ સંખ્યા વધીને 40 થઈ જવાનું અનુમાન છે.

સખીયા સ્કિન ક્લિનિક દ્વારા પ્રદાન કરવામાં આવતી સારવારમાં ખીલની ટ્રીટમેન્ટ, એંટી એજીંગ ટ્રીટમેન્ટ અને અદ્યતન કોસ્મેટિક પ્રક્રિયાઓ સામેલ છે. આ તમામ ઉપચાર અને પ્રક્રિયાઓ US FDA-મંજૂર ટેકનોલોજી દ્વારા સંચાલિત છે.

સખીયા સ્કિન ક્લિનિકના સંસ્થાપક ડૉ. જગદીશ સખીયાએ જણાવ્યું હતું કે, “અમારું લક્ષ્ય હંમેશા સલામતી, ચોકસાઈ અને દર્દીના સંતોષ પર ધ્યાન કેન્દ્રિત કરીને વિશ્વ સ્તરીય દેખરેખ પૂરી પાડવાનું રહ્યું છે. અમે અમારા બધા ક્લિનિકમાં લેટેસ્ટ ટેકનોલોજી અપનાવીને તેમજ બેસ્ટ ક્વોલિટીની પ્રોડક્ટનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરવા ઉપરાંત તેનાથી વધુ આગળ વધીને ઉત્તમ પરીણામ આપવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારું લક્ષ્ય દર્દીઓ તેમના આત્મવિશ્વાસ અને ફરીથી સુંદરતા મેળવવામાં મદદ કરવાનું છે. વર્ષ 2027 ના અંત સુધીમાં કુલ 100 ક્લિનિક સુધી પહોંચવાનું અમારું લક્ષ્ય તે દિશામાં જ એક પ્રયાસ છે.”

સખીયા સ્કિન ક્લિનિકના તમામ કેન્દ્રો પર, અત્યંત કુશળ ડર્મેટોલોજિસ્ટ, કોસ્મેટોલોજિસ્ટ અને થેરાપિસ્ટ કાર્યરત છે, જેઓ દરેક સારવાર માટે દર્દી કેન્દ્રિત અભિગમ અપનાવે છે.

સખીયા સ્કિન ક્લિનિક “જસ્ટ સ્કિન એન્ડ હેર ક્લિનિક” પણ લોંચ કરવા માટે તૈયાર છે. જે ટાયર-3 શહેરોમાં વ્યાજબી દરે, ઉચ્ચ ગુણવત્તા વાળા સ્કિનકેર સોલ્યુશન પ્રદાન કરવાના ઉદ્દેશ્યથી રચવામાં આવનાર સમર્પિત ડિવિઝન છે.

સખીયા સ્કિન ક્લિનિકના પ્લાસ્ટિક સર્જરી સેન્ટર માં બધી સર્જિકલ અને નોન-સર્જિકલ પ્રક્રિયાઓ પ્રદાન કરે છે. આ ઉપરાંત, તેના પ્રોડક્ટ ડિવિઝન, ડૉ. સખીયા એડવાન્સ્ડ સ્કિન સાયન્સમાં, સ્કિનકેર પ્રોડક્ટ્સની વિશાળ પ્રોડક્ટ-શ્રેણી બનાવવામાં આવે છે. સખીયા સ્કિન ક્લિનિક સમાજને કઈક પરત આપવામાં પણ દ્રઢ વિશ્વાસ ધરાવે છે. તેની સમાજસેવા સાથે સંકળાયેલી શાખા, PJ સખીયા ચેરિટેબલ ટ્રસ્ટ, નિ:શુલ્ક આરોગ્ય શિબિરોનું આયોજન કરે છે અને વિવિધ શૈક્ષણિક પહેલોના માધ્યમથી જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button