સુરત ડિસ્ટ્રિક્ટ તાઈકવોન્ડો ચેમ્પિયનશિપ 2025માં ટી.એમ. પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનો બેસ્ટ દેખાવ

સુરત: હાલમાં યોજાયેલા સુરત ડીસ્ટ્રીકટ ટાઈક્વોન્ડો ચેમ્પિયનશિપમાં સુરતની ટી.એમ.પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓને બેસ્ટ પર્ફોમન્સ કરીને સ્કૂલનું નામ રોશન કર્યું હતું. જેમાં સ્કૂલના વિધાર્થીઓએ કરેલ એક્સટ્રા ઓર્ડિનરી પર્ફોમન્સ ને કારણે સ્કૂલનો સ્ટાફ અને પેરેન્ટ્સ પણ ગર્વ ની લાગણી અનુભવી રહ્યા છે.
સ્કૂલ તરફથી પાર્ટિસિપેટ કરતા છ વિદ્યાર્થીઓમાંથી પાંચ વિદ્યાર્થીઓએ બેસ્ટ આઉટ ઓફ બેસ્ટ પ્રદર્શન કર્યું અને કુલ 5 મેડલ પોતાને નામે કાર્ય હતા જેમાં 1 ગોલ્ડ, 1 સિલ્વર અને 3 બ્રોન્ઝ શામેલ છે. આ તમામ ખેલાડીઓએ ડેડિકેશન,ડિસિપ્લિન અને બેસ્ટ પર્ફોમન્સ દ્વારા સમગ્ર સ્કૂલનું નામ રોશન કર્યું છે.
મેડલ વિજેતાઓ છે:
રેયાંશ જરીવાલા (ગ્રેડ 2 B) – બ્રોન્ઝ મેડલ
વિવાન ભૂરા (ગ્રેડ 3 A) – સિલ્વર મેડલ
પ્રિયાન પટેલ (ગ્રેડ 4 B) – બ્રોન્ઝ મેડલ
હિતાંશ ગિડવાની (ગ્રેડ 4 C) – બ્રોન્ઝ મેડલ
આર્ય ઝવેરી (ગ્રેડ 6 C) – ગોલ્ડ મેડલ
આ ગૌરવપૂર્ણ પ્રસંગે, આચાર્ય કે મેક્સવેલ મનોહરે જણાવ્યું હતું કે “અમારા વિદ્યાર્થીઓએ તાઈકવૉન્ડો ચેમ્પિયનશિપમાં અમારા વિદ્યાર્થીઓએ જે એક્સટ્રા ઓર્ડિનરી પર્ફોમન્સ ડેડિકેશન અને મહેનત સાથે કર્યું છે તે બદલ અમે ગર્વ ની લાગણી અનુભવીએ છીએ .બાળકોનું આ અચિવમેન્ટ તેમની મહેનત અને તેમના માતાપિતા અને શિક્ષકોના અતૂટ સમર્થનનો પુરાવો છે. અમે અમારા વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા અને સર્વાંગી વિકાસ બંનેને માટે કાયમ પ્રતિબદ્ધ છીએ.”
આ ઉપરાંત, એડમિન હેડ રાકેશ પ્રસાદે જણાવ્યું, “અમારા વિદ્યાર્થીઓની આ સિદ્ધિઓ સ્કૂલમાં અપાર આનંદ અને ગર્વ લાવે છે. તેમનો દૃઢ નિશ્ચય અને ભાવના ખરેખર પ્રેરણાદાયક છે. અમે તેમને હૃદયપૂર્વક અભિનંદન આપીએ છીએ અને ભવિષ્યમાં આવા ઘણા સીમાચિહ્નોની રાહ જોઈએ છીએ.” અને અમારા બધા યુવા ચેમ્પિયનોને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે હાર્દિક અભિનંદન પાઠવતા સ્કૂલ પરિવાર આનંદ ની લાગણી અનુભવી રહ્યા છે.