ઝારખંડમાં શ્રી સમેદ શિખરજીના પવિત્ર તીર્થસ્થળ પર ઈકો-ટૂરિઝમની જાહેરાતનો વિરોધ
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા પવિત્ર તીર્થધામ શ્રી સમેદ શિખરજી જે ઝારખંડ રાજ્યમાં આવેલું છે જેમાં 20 તીર્થંકર પરમાત્માઓની નિર્માણ ભૂમિ તેમજ કરોડો આત્માઓ સિદ્ધગતિને પામ્યા છે. એવા પવિત્ર તીર્થધામ ઉપર ઇકો ટુરીઝમ જાહેર કરી જૈન સમાજની લાગણી દુભાવવાનો કાર્ય થઈ રહ્યું છે. તે માટે સમાજનો સમગ્ર ભારતમાં જૈન સમાજનો વારંવાર આક્રોશ છે તે માટે આવતીકાલથી સમગ્ર ભારત વર્ષમાં ત્રણથી ચાર લાખ લોકો 72 કલાકના ઉપવાસ કરશે તથા 20 કરોડ જેટલા નવકાર મંત્રનો મૌન દ્વારા વિરોધ કરી પોતાની લાગણી પ્રદર્શિત કરશે.
અત્યારે સમગ્ર ભારતમાં આના ખૂબ ઊંડાપ્રધાયાતો પડી રહ્યા છે અલગ અલગ શહેરોમાં પોતાના સમાજના હજારો લોકો લાખો લોકો એકતા થઈ રેલી સ્વરૂપે જે તે કલેક્ટરોને આવેદનપત્ર પણ આપી પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. આ માટે સરકાર જો જાગૃત થઈ જૈન સમાજની લાગણીને માન આપી આ નોટિફિકેશન દૂર નહીં કરે તો હજુ પણ આક્રમક પગલાં અહિંસાના માર્ગે કરવા માટે જૈન સમાજ એકત્રિત થશે.
તો સરકારશ્રીને વિનંતી છે કે આ નોટિફિકેશન દૂર કરી અમારી ધાર્મિક લાગણીને સમજે સાથે સાથે પાલીતાણા શત્રુંજય મહાતીર્થ ઉપર પણ વિધર્મીઓ દ્વારા આક્રમણ થઈ રહ્યા છે અમારા અતિ પવિત્ર અને પૂજનીએ એવા પરમાત્માઓને ખંડિત એટલે કે તોડી નાખી અમારી હાર્દિક લાગણીઓ સાથે રમત અને છેડા થઈ રહ્યા છે જૈન સમાજ અહિંસાના માર્ગે હંમેશા ચાલતો આવ્યો છે અને એ જ માર્ગ ઉપર અમે લોકો કાયમ રહી અમારી લાગણીને અને અમારા ધર્મની સુરક્ષા માટે સરકાર શ્રી અમારી સાથે રહે તેવી અપેક્ષા છે.