બિઝનેસ

પેટીએમ, એરટેલ, જીઓ, વી ના અતૂટ મોબાઈલ પ્રિપેઈડ રિચાર્જની સગવડ પૂરી પાડશે. પછીના રિચાર્જ માટે ઓટોમેટેડ રિમાઈન્ડર પણ આપશે

ખૂબજ યુઝર ફ્રેન્ડલી મોબાઈલ પ્રિ-પેઈડ રિચાર્જ પ્લેટફોર્મ, યુઝર માટે ખાસતૈયાર કરાયેલા રિચાર્જ પ્લાન પણ સૂચવશે

ભારતની અગ્રણી ડિજીટલ પેમેન્ટસ અને ફાયનાન્સિયલ સર્વિસીસ કંપની તથા મોબાઈલ અને ક્યુઆર પેમેન્ટસમાં પાયોનિયર પેટીએમની માલીકી ધરાવતી કંપની વન 97 કોમ્યુનિકેશન્સ લિમિટેડે તેના યુઝર્સને જીઓ, વોડાફોનઅને બીએસએનએલસહિત એરટેલ,  દેશના તમામ સર્વિસ પ્રોવાઈડર્સ માટેની  અત્યંત સુગમ  અને અતૂટ પ્રિપેઈડ રિચાર્જની સગવડ પૂરી પાડી રહી છે. આ રીતે તે અત્યંત લોકપ્રિય રિચાર્જ પ્લેટફોર્મ બની રહી છે.

પેટીએમ મોબાઈલ વ્યાપક રીચાર્જ પ્લાન સહિત, પ્રિપેઈડ રિચાર્જ માટે  સરળ અને યુઝર ફ્રેન્ડલી સંપર્ક પૂરો પાડી રહી છે. યુઝર્સને તેમની જરૂર પ્રમાણે કસ્ટમાઈઝ કરેલા વિવિધ રીચાર્જ પ્લાન પૂરા પાડવામાં આવશે. યુઝર્સ તેમનુ રિચાર્જ એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં કરી શકશે.

પેટીએમ એપ્પનો ઉપયોગ કરીને યુઝર્સ રિચાર્જ રિમાઈન્ડર સેટ કરી શકશે કે જેથી તે યુઝર્સ કોન્ટેક લીસ્ટમાંથી લંબર ઉમેરીને પોતાના મોબાઈલ પ્લાન સમયસર રિચાર્જ કરી શકશે.

કંપની પેટીએમ યુપીઆઈ, પેટીએમ વૉલેટ, નેટબેંકીંગ, ડેબિટ કાર્ડઝ અને ક્રોડીટ કાર્ડથી સુગમ ચૂકવણીનો વિકલ્પ પણ પૂરો પાડશે.

પેટીએમના પ્રવક્તા જણાવે છે કે “લાખો ભારતીયો રિચાર્જ અને બિલની ચૂકવણી માટે તથા સુપરફાસ્ટ મની ટ્રાન્સફર માટે પેટીએમનો ઉપયોગ કરે છે. ઓટોમેટેડ રિમાઈન્ડર્સ અને આસાનીથી વિવિધ રિચાર્જની જરૂરિયાત પૂરી કરવા માટે અમે યુઝર્સના અનુભવમાં સતત વૃધ્ધિ કરી રહયા છીએ.”

પેટીએમનો ઉપયોગ કરીને મોબાઈલ પ્રિપેઈડ રિચાર્જ કેવી રીતે કરી શકાય:

  1. પેટીએમની એપ્પ ખોલીને  ‘રીચાર્જ અને બિલ પેમેન્ટસ’ માં જાઓ
  2. ‘મોબાઈલ રિચાર્જ’ પસંદ કરો અને સંપર્કની સુગમતા માટે મોબાઈલ નંબરનો ઉમેરો કરો
  3. ઓપરેટરનો પ્લાન પસંદ કરો heyઅથવા તો રિચાર્જની રકમ જણાવો
  4. રિચાર્જ પૂર્ણ કરવા માટે ‘ફાસ્ટ ફોરવર્ડ’ અથવા ‘પે’ ઉપર ક્લિક કરો. ફોરવર્ડના વિકલ્પ પસંદ કરવાથી  રકમ સીધી પેટીએમ વૉલેટમાંથી કપાઈ જશે. જ્યારે પ્રસીડ ટુ બિલ પે  વિકલ્પ પસંદ કરવાથી યુઝર્સને પેમેન્ટ પેજ ઉપર લઈ જવાશે. જેમાં યુઝર  પેટીએમ યુપીઆઈ, પેટીએમ વૉલેટ, નેટબેંકીંગ, ડેબિટ કાર્ડઝ અને ક્રોડીટકાર્ડથી સુગમ ચૂકવણીનો વિકલ્પ પસંદ કરી શકશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button