ગુજરાતબિઝનેસ

વિનસ ગ્રુપ ગીફટ એસઈઝેડમાં 5 લાખ ચો. ફૂટ કોમર્શિયલ સ્પેસ ડેવલપ કરશે

અમદાવાદ : ગુજરાતમાં  આવાસ અને કોમર્શિયલ પ્રોજેકટ વિકસાવવાના ક્ષેત્રે નવો ચીલો ચાતરનાર  અને  જાણીતા  અને અગ્રણી  એસ્ટેટ ડેવલપર વિનસ ગ્રુપે તેની કામગીરીનો વ્યાપ દેશમાં કાર્યરત  એક માત્ર ઈન્ટરનેશનલ ફાયનાન્સિયલ ગીફટ સીટી (IFSC) ગાંધીનગરમાં વિસ્તારવા માટે સમજૂતીના કરાર (એમઓયુ) ઉપર હસ્તાક્ષર કર્યા છે.

આ સમજૂતિના કરાર ઉપર વિનસ ગ્રુપના ચેરમેન રાજેશ વાસવાની અને ગીફટ સીટીના મેનેજીંગ ડિરેકટર અને ગ્રુપ સીઈઓ શ્રી તપન રેય બુધવારે હસ્તાક્ષર કર્યા છે.

વિનસ ગ્રુપ ગીફટ સીટીના ગીફટ એસઈઝેડ પ્રોસેસિંગ એરિયામાં 5 લાખ ચો.ફૂટ પ્રિમિયમ કોમર્શિયલ સ્પેસ ડેવલપ કરશે. કંપની ગીફટ સીટીમાં એ ગ્રેડ કોમર્શિયલ સ્પેસની માંગ સંતોષવા માટે અલ્ટ્રા મોડર્ન ફાસ્ટટ્રેક પ્રોજેકટ ડેવલપ કરશે. આ બિલ્ડીંગ પર્યાવરણને કેન્દ્રમાં રાખી ઉર્જા કાર્યક્ષમ સર્વોચ્ચ ગ્રીન બિલ્ડીંગ સર્ટિફિકેશન સાથે ઈમારતનો મોખરાનો ભાગ પણ (ફસાડ) વિકસાવાશે.

 વાસવાની જણાવે છે કે “ગીફટ સીટી એ ભારતનુ સૌ પ્રથમ કાર્યરત સ્માર્ટ સીટી છે અને તાજેતરનાં વર્ષોમાં તેનો અભૂતપૂર્વ વિકાસ થયો છે.તેણે કેટલીક બેંકો, વીમાં કંપનીઓ, બ્રોકીંગ હાઉસ, અને સ્ટોક એક્સચેન્જ સહિત નેશનલ અને ઈન્ટરનેશનલ નાણાં સંસ્થાઓને પણ આકર્ષી છે. આ કારણે ઓફિશિયલ સ્પેસની માંગમાં વધારો થયો છે. વિનસ ગ્રુપ ગીફટ સીટીમાં કામગીરી શરૂ કરવા માગતી કંપનીઓને સર્વિસ પૂરી પાડવા માટે તત્પર છે.”

 તપન રેય એ આ પ્રસંગે જણાવ્યુ હતું કે “ગીફટ સીટી ફાયનાનાસિયલ સર્વિસિસ અને ટેકનોલોજી સંબંધિત પ્રવૃત્તિઓ માટે નવા બિઝનેસ ડેસ્ટીનેશન તરીકે ઉભરી રહ્યુ  છે. નેશનલ અને ગ્લોબલ ફાયનાન્સિયલ કંપનીઓ તથા અમદાવાદ અને ગુજરાતના ટોચના રિયલ એસ્ટેટ ડેવલપર્સે  આ સ્થળમાં  ઋચી દાખવી છે. થોડાક દાયકાથી વિશ્વાસપાત્ર રિયલ એસ્ટેટ ગ્રુપ તરીકે જાણીતા  વિનસ ગ્રુપને ગીફટ સીટીમાં આવકારતાં અમે આનંદ અનુભવીએ છીએ ”

ગીફટ સીટીએ 62 મિલિયન સ્ક્વેર ફૂટ ઓફિસો, રેસિડેન્શ્યલ એપાર્ટમેન્ટસ, સ્કૂલ્સ, હોટેલ્સ, કલબ રિટેઈસ અને રિક્રિએશનલ સુવિધા બિલ્ટ-અપ એરિયા  સહિત 886 એકર જમીનમાં વિકસાવાયેલો સુસંકલિત પ્રોજેકટ છે, જે તેને સાચા અર્થમાં “વૉક ટુ વર્ક” સીટી બનાવે છે. ગીફટ સીટીમાં મલ્ટી સર્વિસ એસઈઝેડ, અને એક્સક્લુઝિવ ડોમેસ્ટીક એરિયા જેવા વિકાસશીલ વિસ્તારો ધરાવે છે. ગીફટ સીટી  દુબઈ, હોંગકોંગ અને સીંગાપુર જેવા ગ્લોબલ ફાયનાન્સિયલ હબ સાથે  સ્પર્ધામાં છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button