ધર્મ દર્શન
ગોપીપુરા ખાતે શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની 251મી જન્મજયંતિની સાલગીરીના પાવન અવસરે પરમાત્માને સોનાનું છત્ર, સોનાની આરતી-મંગળદિવો તેમજ ચાંદીના મુઘટ અર્પણ
ગોપીપુરા ખાતે પ્રાચીન એવા શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની 251 ની સાલગીરી ના ઉત્સવ અંતર્ગત વૈશાખ સુદ 12 તારીખ 13 મે 2022 ના શુક્રવાર ના રોજ સવારે 6 કલાકે સંગીત ની સુરાવલી સાથે પરમાત્મા ભક્તિ સાથે 7 :30 કલાકે શ્રી વર્ધમાન શક્રસ્તવ અભિષેક 8.15 કલાકે ગુરુદેવ શ્રી ભક્તિયોગાચાર્ય શ્રી યશોવિજય સુરેશ્વરજી મહારાજા ની શોભાયાત્રા તેમજ મંગળ પ્રવચન તેમજ 12 .39 કલાકે ધ્વજારોહણ સાથે 251મી સાલગીરીના પાવન અવસરે પરમાત્માને સોનાનું છત્ર, સોનાની આરતી-મંગળદિવો તેમજ ચાંદીના મુઘટ અર્પણ કરાયા હતા
ઉપરાંત રાત્રે ૭ થી ૧૧ : ભવ્યાતિભવ્ય પ્રભુ ની આંગી (અંગરચના),ફૂલોતી સજાવટ ,દીવડાઓની રોશની,દેદિવ્યમાન જિનાલય માં શણગાર સાથે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા ઉમટી પડયા હતા.