ચેમ્બરના પ્રતિનિધી મંડળે વાપીની વેલસ્પન ઇન્ડિયા પ્રા. લિ. કંપનીની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ કરી
રો મટિરિયલથી લઇને એન્ડ પ્રોડકટ સુધીનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધી મંડળે શનિવાર, ૭ મે, ર૦રર ના રોજ વાપી ખાતે આવેલી વેલસ્પન ઇન્ડિયા પ્રા. લિ. કંપનીની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ કરી હતી. ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીના નેજા હેઠળ પ્રેસિડેન્ટ ઇલેકટ હિમાંશુ બોડાવાલા, માનદ્ મંત્રી પરેશ લાઠીયા, ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્ય, વિમેન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન તેમજ લેડીઝ વીંગના કો–ચેરપર્સન જ્યોત્સના ગુજરાતી, મહિલા સાહસિકો અને ચેમ્બરની ઇન્ડસ્ટ્રીયલ એન્ડ બિઝનેસ ટુર કમિટીના ચેરમેન અરવિંદ બાબાવાલા સહિત ૯૦થી વધુ પ્રતિનિધીઓએ આ કંપનીની મુલાકાત લીધી હતી.
કંપનીના પ્રેસિડેન્ટ એન્ડ બિઝનેસ હેડ સંજય કાનુંગો તથા કોર્પોરેટ અફેર્સ એન્ડ સ્ટ્રેટેજીક પ્લાનિંગ સેલના જીએમ જમશેદ પંથકે ચેમ્બરના પ્રતિનિધી મંડળને આવકારી કંપની વિશે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ પણ ચેમ્બરની વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. ત્યારબાદ સમગ્ર કંપનીના વિવિધ યુનિટોની વિઝીટ કરી હતી.
વેલસ્પન ઇન્ડિયા પ્રા. લિ. કંપની ટેક્ષ્ટાઇલ અને સ્ટીલ પાઇપ્સના પ્રોડકશન માટે વિશ્વભરમાં જાણીતી કંપની છે. જે ટોવેલ, બાથ ટોવેલ, વિન્ડો કર્ટન, બેડ શીટ, કાશ્મીરી કારપેટ, હાઇ ગ્રેડ લાઇન પાઇપ્સ, હાઇ ગ્રેડ સ્ટીલ્સ, એનર્જી પ્રોડકટ અને હોમ ટેક્ષ્ટાઇલનું પ્રોડકશન કરે છે. કવોલિટી બેઇઝ પ્રોડકટનું મોટા જથ્થામાં અમેરિકન અને યુરોપિયન કન્ટ્રીમાં એકસપોર્ટ કરવા માટે પણ આ કંપની જાણીતી છે.
કહેવાય છે કે, વિમ્બલ્ડન ટુર્નામેન્ટમાં વપરાતા બધા જ ટુવાલ આ કંપનીના હોય છે. ચેમ્બરના પ્રતિનિધી મંડળે કંપનીના તમામ યુનિટોની વિઝીટ કરી કંપની દ્વારા બનાવવામાં આવતી વિવિધ પ્રોડકટનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો હતો. કંપની દ્વારા બનાવવામાં આવતા રો મટિરિયલથી લઇને એન્ડ પ્રોકડટ સુધીનો અભ્યાસ કર્યો હતો. તદુપરાંત કંપનીના એડમિનિસ્ટ્રેટીવ સ્ટ્રકચર તથા તેમના દ્વારા સામાજિક ક્ષેત્રે અપાતા પ્રદાન વિશે પણ ચેમ્બરના પ્રતિનિધી મંડળે માહિતી મેળવી હતી.