ધર્મ દર્શન

શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પરમાત્માની 251 ની સાલગીરી નિમિત્તે ગોપીપુરા સુભાષ ચોક ખાતે 2578 શાસન વંદના

શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પરમાત્માની 251 ની સાલગીરી નિમિત્તે ગોપીપુરા સુભાષ ચોક ખાતે 2578 શાસન વંદના નો અભૂતપૂર્વ કાર્યક્રમ યોજાયો વહેલી સવારે સુરતના સમસ્ત જૈન પરીવારો આ પ્રભુની શાસન વંદના માં ઉપસ્થિત રહ્યા.

આપણે જેમનાં શાસનમાં છીએ તેવા તીર્થંકર પરમાત્મા શ્રી મહા ભગવાને આજના એટલે કે વૈશાખ સુદ-૧૧ના શુભ દિને પાવાપુરી નામની નગરીમાં વિશ્વકલ્યાણકર “શાસન”ની સ્થાપના કરી. આજે શાસન સ્થાપના દિવસ ની ભારત ભર માં ચતુર્વિધ શ્રીસંઘના જૈન પરિવારો ઉજવણી કરે છે.

પાવાપુરીના પુનિત પ્રાંગણે પ્રભુની વાણીથી પ્રભાવિત થઈ ઈન્દ્રભુતિ આદિ ૧૧ બ્રાહ્મણો પોતાનાં શિષ્ય પરિવાર સાથે દીક્ષિત થયા. અનેક આત્માઓએ બાર વ્રત અંગીકાર કર્યા. પ્રભુએ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપના કરી.

આવા સૂરિભગવંત સહ ચતુર્વિધ શ્રીસંઘના પ્રેરકબળે હજુ ૧૮૪૫૨ વર્ષ આ જિનશાસન ઝગમગતું, ઝળહળતું, વિજયવંતુ, જયવંતુ રહેવાનું છે. તેવાં જિનશાસનના ચરણે વંદના કરવા પૂર્વક જિનશાસનની દિવ્ય ધજા ગગને લહેરાવીએ અને જિનશાસનનો જયજયકાર કરીએ આ શાસન વંદના માં મોટી સંખ્યામાં સાધુભગવંતો- સાધ્વીજી તથા શ્રાવકો,શ્રાવિકા, અને નાના બાળકો ઉપસ્થિત રહીને સાસન વંદના કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button