ધર્મ દર્શન

ભારતીય સંસ્કૃતિમાં મકરસંક્રાંતિનું મહત્ત્વ

સંક્રાંતને દિવસે તલનો ઉપયોગ કરવાનું મહત્ત્વ

ભારતીય સંસ્કૃતિમાં મકરસંક્રાંતિ આ તહેવાર પરસ્પરના દ્વેષ ભૂલી જઈને પ્રેમભાવ વૃદ્ધિંગત કરવા માટે ઊજવવામાં આવે છે. મકરસંક્રાંતિ ભલે અયન-વાચક તહેવાર હોય, છતાં પણ હિંદુ ધર્મમાં તેને ઘણી રીતે મહત્ત્વ પ્રાપ્ત થયું છે. મકરસંક્રાંતિનું મહત્ત્વ કેટલાંક સૂત્રો દ્વારા સમજી લઈએ.

આ દિવસે પ્રત્યેક જીવ ‘તલસાંકળી લો, મીઠું બોલો’ એમ કહીને આત્મીય બને છે. આ દિવસે અન્યોને તલસાંકળી આપતા પહેલાં ભગવાનને ધરવી. તેના કારણે તલસાંકળીમાં રહેલી શક્તિ અને ચૈતન્ય ટકી રહે છે.

આ દિવસે સૂર્યનું ઉત્તરાયણ ચાલુ થાય છે. આ કાળમાં રજ-સત્ત્વયુક્ત લહેરોનું પ્રમાણ અધિક હોવાથી આ કાળ સાધના કરવા માટે પૂરક હોય છે.

મકરસંક્રાંતિના દિવસે સૂર્યોદયથી માંડીને સૂર્યાસ્ત સુધીનું વાતાવરણ વધારે ચૈતન્યમય હોય છે. સાધના કરનારા જીવને આ ચૈતન્યનો સર્વાધિક લાભ મળે છે. આ દિવસે પ્રત્યેક જીવે વાતાવરણમાંનું રજ-તમ વધારવાને બદલે વધારેમાં વધારે સાત્ત્વિકતા નિર્માણ કરીને તે ચૈતન્યનો લાભ કરી લેવો.

સંક્રાંતને દિવસે તલનો ઉપયોગ કરવાનું મહત્ત્વ

આ પર્વના દિવસે તલને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ દિવસે મહાદેવજીને તલ-ચોખા અર્પણ કરવાનું અથવા તલ-ચોખા મિશ્રિત અર્ઘ્ય અર્પણ કરવાનું વિધાન છે. તેમજ બ્રાહ્મણોને તલદાન આપવું, શિવમંદિરમાં તલના તેલના દીવા પ્રગટાવવા, પિતૃશ્રાદ્ધ કરવું (આમાં તિલાંજલિ આપે છે) એનું પણ આ દિવસે મહત્ત્વ છે. શ્રાદ્ધમાં તલનો ઉપયોગ કરવાથી અસુર ઇત્યાદિ શ્રાદ્ધમાં વિઘ્ન લાવતા નથી.

તલનું ઉટવણું, તલમિશ્રિત પાણીથી સ્નાન, તલમિશ્રિત પાણી પીવું, તલનો હવન કરવો, રસોઈમાં તલનો ઉપયોગ કરવો, તેમજ તલનું દાન આ બધા જ પાપનાશક પ્રયોગો છે; તેથી આ દિવસે તલ, ગોળ, તેમજ સાકરમિશ્રિત લાડુ આરોગવાનું, તેમજ દાન દેવાનું અપાર મહત્ત્વ છે. આયુર્વેદ અનુસાર ઠંડીના દિવસોમાં આવનારી સંક્રાંતિને દિવસે તલ આરોગવા લાભદાયક ઠરે છે.

જીવન ભણી સાક્ષીભાવ રાખીને જોવાનું શીખવનારો સૂર્યદેવનો ઉત્સવ

પૃથ્વી સૂર્યની પાસે અને સૂર્યથી દૂર જવાની ક્રિયાનું જાણે સૂર્ય પર કાંઈ જ પરિણામ થતું નથી, તેવી જ રીતે માનવીએ તેના જીવન દરમ્યાન આવનારા ચઢઉતાર ભણી, સુખદુ:ખો ભણી, સમત્વ દૃષ્ટિએ, સાક્ષીભાવથી જોવું જોઈએ, એવો સંદેશ જાણે કેમ સંક્રાંતિના ઉત્સવ દ્વારા માનવને મળતો ન હોય !’

તહેવારો, વ્રતવૈકલ્યો અને ધાર્મિક કૃતિઓ એટલે, હિંદુધર્મએ ઈશ્વરપ્રાપ્તિ માટે આપેલી અણમોલ લહાણી !

જીવનમાંના દુ:ખો દૂર કરીને સતત સુખની શોધમાં ભમનારા મનુષ્યજીવને સાચું સુખ (આનંદ) એ કેવળ ધર્માચરણ દ્વારા જ મળે છે. દૈનંદિન પ્રંપચની જંજાળમાં વ્યસ્ત રહેનારા તમારા-મારા જેવા સંસારીઓ માટે ધર્માચરણની થોડીઘણી સંધિ ઉપલબ્ધ થાય છે, તે વિવિધ તહેવારો, ઉત્સવ, વ્રત, તેમજ નમસ્કાર, આરતી જેવી ધાર્મિક કૃતિઓના સ્વરૂપે જ. આ ધાર્મિક બાબતો ભક્તિભાવ વધારનારી, સાત્ત્વિકતા પ્રદાન કરનારી, સદગુણોની વૃદ્ધિ કરનારી અને કામનાઓની પૂર્તિ કરનારી છે. એ સિવાય આ ધાર્મિક બાબતોની મહત્ત્વની વિશિષ્ટતા એટલે, ઈશ્વરપ્રાપ્તિ કરી આપનારા યશોમંદિરના તેઓ સહેલાં સોપાન છે.

દશેરાને દિવસે વિદ્યાર્થીઓ પુસ્તકોનું પૂજન કરે છે, લક્ષ્મીપૂજનને દિવસે વેપારીઓ ત્રાજવું અને ચોપડા પૂજન કરે છે, આના જેવી કૃતિઓ પાછળનો હેતુ એ જ છે કે, સંબંધિત વસ્તુઓમાં ઈશ્વરનું રૂપ નિહાળવું, એટલે જ કે, ઈશ્વર સાથે એકરૂપતા સાધ્ય કરવાનો પ્રયત્ન કરવો. તહેવારો, વ્રત ઇત્યાદિને કારણે ઈશ્વરને જાણી લેવા, આ બાબત સર્વસામાન્ય માણસોને પણ સહેજે શક્ય બને છે.
એટલા માટે જ હિંદુઓ, આપણાં તહેવારો, વ્રત, ધાર્મિક કૃતિઓ ઇત્યાદિ તરફ ‘કેવળ વિશિષ્ટ ફળપ્રાપ્તિ થવા માટે કરવાનું કર્મ’ એવો સંકુચિત દૃષ્ટિકોણ રાખવાને બદલે, હિંદુ ધર્મએ ઈશ્વરપ્રાપ્તિ કરી લેવા માટે આપેલી તે એક અમૂલ્ય એવી સોનેરી તક છે, એમ સમજો !

સંદર્ભ : સનાતન સંસ્થા નિર્મિત ગ્રંથ – તહેવાર, ધાર્મિક ઉત્સવ અને વ્રત
સંપર્ક : ૯૭૨૬૬૪૪૩૮૫

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button