ડાંગ જિલ્લા ના સુબિર તાલુકા નિશાના ગામ ખાતે આવેલ સ્કૂલ માં બાળકો માટે ગરમ કપડાં તેમજ ચીકી નું વિતરણ
બાળકો સુધી મદત પોહોંચડવા સુનિલ ભાઈ પાટીલ ને સહયોગ આપ્યો
સુરત, આજ ડાંગ જિલ્લા ના સુબિર તાલુકા માં ગુજરાત નું છેલ્લું ગામ નિશાના ખાતે આવેલ સ્કૂલ માં ભણતા બાળકો ને ઠંડી નો સિઝન હોય અને અંતરિયાળ વિસ્તાર માં બાળકો ને બહુ તકલીફ થતી હતી એ વાત દિપક ભાઈ આર પાટીલ એમના દ્વારા સેવા સદભાવના વેલ્ફેર ફાઉન્ડેશન જેઓ માં ફાઉન્ડર ACP અશોકસિંહ ચૌહાણ છે. એમના માર્ગદર્શન હેઠળ ચાલતું ફાઉન્ડેશન ના ડિરેક્ટર એવા તેજસ્વી બેન કોશિયારે ને વાત કરતા આજ રોજ તેજસ્વી બેન અને એમની સાથે એમની ટીમ ના સથી અનુજ ભાઈ , ભાવિક ભાઈ, ઉમેશ ભાઈ, જીગર ભાઈ દ્વારા સુરત થી 120 કિલોમીટર દૂર સ્કૂલ માં ભણતા બધા 110 જેટલા બાળકો ને ગરમ કપડાં જેના બધા બાળકો માં માપ ના નવા સ્વેટર તેમજ બધા બાળકો ને ચીકી અને બિસ્કિટ નું વિતરણ કરવામાં આવ્યું .
ગામ બહુ અંતરિયાળ હોય બાળકો સુધી મદત પોહોંચડવા સુનિલ ભાઈ પાટીલ સહયોગ આપ્યો . સ્કૂલ ના બાળકો ને ઠંડી ના બચાવ માટે ગરમ કપડાં મળતા બાળકો ના ચેહરા પર ખુશીનો ભાવ ઝલકતો હતો . મદત આપવા આવેલ ટીમ નું નિશાના ગામ સ્કૂલ ના શિક્ષકો વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો .