સેંકડો લોકોએ વિહંગમ યોગ માં મગ્ન બની દિવ્ય ચેતનાની અનુભૂતિ કરી
સ્વર્વેદ દિવ્ય વાણી સત્સંગ તથા ધ્યાન શિબિર
અદ્ભૂત માર્ગ વિહંગમ યોગ નાપ્રણેતા તથા સ્વર્વેદ મહાગ્રંથની રચના કરનાર સદ્દગુરુ મહર્ષિ સદાફલ દેવજીએ સિધ્ધ હસ્ત કરેલા ચેતન વિજ્ઞાનના પ્રચાર-પ્રસાર અર્થે આજે સાંજે સુરત સરથાણા ગઢપુર રોડ સ્થિત મંગીબા ફાર્મમાં આયોજીત વિહંગમ યોગ સત્સંગ સમારંભ અને ધ્યાન યોગ શિબિરમાં સહભાગી થવા સેંકડો લોકો ઉમટી પડયા હતા.
ભારતની આધ્યાત્મિક રાજધાની વારાણસી, સ્વર્વેદ મહા મંદિરથી સત્સંગ તથા ધ્યાન શિબિર અર્થે સુરત પધારેલા અનંત શ્રી સદ્દગુરુ સ્વતંત્ર દેવજીની પાવન ઉપસ્થિતિમાં સદગુરુ ઉત્તરાધિકારી વિજ્ઞાન દેવજી મહારાજએ વિશાળ જનસમુદાય સમક્ષ મહાગ્રંથ સ્વર્વેદની દિવ્યવાણી રજુ કરવા સાથે બ્રહ્મવિદ્યાના ગુઢ રહસ્યોનું સરળ શબ્દોમાં સુક્ષ્મ થી વિરાટ અને શૂન્ય થી સમસ્ત સુધીના ચેતન વિજ્ઞાનની આધ્યાત્મિક વાણી રજુ હતી. સ્વર્વેદવાણી રજુ કરતા વિજ્ઞાન દેવજી મહારાજે જણાવ્યું હતું કે આપણે કોણ છીએ? આ બ્રમાંડ શું છે? હું અને આ બ્રહ્માંડ નો રચયિતા કોણ છે એવું ચિંતન કરશો તો જ વાબ શોધવાની ઈચ્છા જાગશે.
ધ્યાન શિબિરના આરંભે સદ્દગુરુ ઉત્તરાધિકારી વિજ્ઞાન દેવજી મહારાજે બધા કષ્ટો વચ્ચે સુખરૂપ જીવન જીવવાની કળા વિહંગમ યોગ અંગે જણાવ્યું હતું કે દ્વાપરયુગમાં શ્રી કૃષ્ણએ મન પર નિયંત્રણ રાખવા અર્જુનને જે જ્ઞાન આપ્યું હતું તેનું નામ વિહંગમ યોગ છે. બાદમાં હજારો શ્રોતાગણ સમક્ષ બ્રહ્મવિદ્યા વિહંગમ યોગ ક્રિયાત્મક સ્વરૂપમાં રજૂ કરી સર્વે જનોને માર્ગદર્શન આપી સતત ૪૫ મિનિટ સુધી ધ્યાનમગ્ન કરી એકમાત્ર શ્ર્વાસ-ઉચ્છશ્વાસની ક્રિયા ની અનુભૂતિ દ્વારા દિવ્યચેતના તથા ઈશ્વર સુધી પહોંચવાની સરળ પધ્ધતિ શીખવવામાં આવી હતી. વિહંગમ યોગ થી દિવ્ય અનુભૂતિ સાથે ઓમ ના નાદ પણ ગુંજતો કર્યો. શ્રોતાઓને યોગની આનંદમય અનુભૂતિ કરાવી.
હજારો લોકો એકસાથે ૪૫મિનિટ સુધી ધ્યાનમગ્નબની જતા શિબિરમાં આધ્યાત્મિક ના અદભૂત દ્રશ્યો જોવા મળ્યા હતાં. વિહંગમ યોગની સરળ ક્રિયાત્મક અભ્યાસ પદ્ધતિ શીખવ્યા બાદ સદ્દગુરુ ઉત્તરાધિકારી વિજ્ઞાન દેવજી મહારાજે તેના ફાયદાઓ વિષે જણાવ્યું હતું, વિહંગમ યોગના સતત અભ્યાસથી માનસિક તાણ, બ્લડપ્રેશર ,અનિંદ્રા વગેરે જેવા રોગોથી પ્રત્યક્ષ પરોક્ષ રીતે મુક્તિ મળે છે. યોગથી વ્યસનો તથા દુર્ગુણોમાંથી પણ મુક્તિ મળે છે તેથી આધ્યાત્મિક તથા ભૌતિક લાભ થાય છે.
સદ્દગુરુ ઉત્તરાધિકારી વિજ્ઞાન દેવજી મહારાજે વધુમાં જણાવ્યું હતું કે વિહંગમ યોગની સરળ સાધના પધ્ધતિના ફાયદાઓ વિષે દેશ વિદેશના અનેક વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે. વિહંગમ યોગ ચેતન વિજ્ઞાન છે, કોઈ મત કે સંપ્રદાય નથી.
નવસારીના વાસંદા ખાતે આવેલા દંડકવન આશ્રમ તથા વિહંગમ યોગ ગુજરાત સંત સમાજ દ્વારા આયોજિત આજના કાર્યક્રમમાં શ્રી ગોરધનભાઈ ઝડફિયા, શ્રી પી.પી સ્વામી,ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી શ્રી મુકેશ પટેલ,શ્રી કાંતિભાઈ બલર,શ્રી વી ડી ઝાલાવાડિયા,શ્રી દિનેશભાઈ ના વડીયા,પ્રફુલ્લભાઈ શિરોયા, લીલાબેનઆંકોલિયા,ધીરુભાઈ ગજેરા,મહેન્દ્રભાઈ કતારગામવાળા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ માં સ્વર્વેદ ની સંગીતમય વાણી તથા ભજનો પણ રજુ કરવામાં આવ્યા હતાં. . સત્સંગ તથા ધ્યાન શિબિર ની પૂર્ણાહુતિ સાથે શ્રધ્ધાળુઓએ મહાપ્રસાદ નો લાભ લીધો હતો.