ટ્રેન્ડ્સ ફૂટવેર, ભારતનું સૌથી મોટું ફૂટવેર ડેસ્ટિનેશન હવે બારડોલીમાં
બારડોલી, એપ્રિલ – 2022: રિલાયન્સ રિટેલની ભારતની સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી ફૂટવેર સ્પેશિયાલિટી ચેઇન, ટ્રેન્ડ્સ ફુટવેરએ ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના બારડોલી શહેરમાં તેનો નવો સ્ટોર શરૂ કરવાની જાહેરાત કરી છે. ટ્રેન્ડ્સ ફૂટવેર ભારતમાં તેની પહોંચને મજબૂત કરી છે. મેટ્રો, મિની મેટ્રો, ટિયર 1, 2 નગરો અને તેનાથી આગળ- ભારતના નાના શહેરોમાં ગ્રાહકો સાથે જોડાઈને ભારતમાં ફેશન ફૂટવેરનું વાસ્તવિક રીતે લોકશાહીકરણ કરી રહ્યું છે!
ટ્રેન્ડ્સ ફુટવેરએ 2007માં બેંગલોર, કર્ણાટકમાં તેના પ્રથમ સ્ટોર સાથે ફેશનના અત્યાધુનિક સેગમેન્ટમાં સફર શરૂ કરી હતી અને આજે દેશના 325થી વધુ શહેરોમાં 700થી વધુ સ્ટોર્સ સાથે, ટ્રેન્ડ્સ ફુટવેરએ ભારતનું ફેમિલી ફૂટવેર શોપિંગ ડેસ્ટિનેશન બની ચૂક્યું છે. બારડોલી ખાતેનો ટ્રેન્ડ્સ ફૂટવેર સ્ટોર આધુનિક દેખાવ અને શ્રેષ્ઠ વાતાવરણ ધરાવે છે જેમાં સારી ગુણવત્તા અને ફેશનેબલ માલસામાનની આકર્ષક શ્રેણી રજૂ કરી છે જે પ્રદેશના ગ્રાહકોને પોસાય તેવા ભાવનો ફેમિલી ફૂટવેર ડેસ્ટિનેશન સ્ટોર છે.
દેશનું સૌથી મોટું મલ્ટી બ્રાન્ડ ફૂટવેર આઉટલેટ છે. જે સમગ્ર પરિવાર માટે 20,000 થી વધુ ઉત્પાદનોની શ્રેણી અને અગ્રણી ભારતીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સનો પોર્ટફોલિયો અને રિલાયન્સની પોતાની બ્રાન્ડ પસંદ કરવા માટે ટ્રેન્ડ્સ ફૂટવેર એ દેશનું સૌથી મોટું ફૂટવેર ડેસ્ટિનેશન છે. બારડોલીમાં 2045 ચો.ફુટનો સ્ટોર આ પ્રદેશમાં નવા સ્ટોર તેના ગ્રાહકો માટે એક ખાસ ઓફર ધરાવે છે. ઉપરાંત તે શ્રેષ્ઠ સંબંધિત ફેશન અને આકર્ષક કિંમતો ધરાવે છે.
નવા સ્ટોરમાં આકર્ષક ઓફર જેમકે બે વસ્તુની ખરીદી પર એક ફ્રી મેળવો, પસંદગીની શૈલીઓ પર પણ ઓફર અમલી. તો હવે ટ્રેન્ડ્સ બારડોલી સ્ટોર પર જાઓ એક શાનદાર શોપિંગ અનુભવના આનંદ માટે!