ધર્મ દર્શન
પાંડેસરાના જય મહાકાલ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય કાવડયાત્રા
આજરોજ પાંડેસરાના જય મહાકાલ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય કાવડયાત્રા કાઢવામાં આવેલ હતી, જે કાવડયાત્રા કામરેજ વિસ્તારના ગલતેશ્વર મહાદેવ મંદિરથી નીકળી
આશરે 36 કલાકનો પગપાળા પ્રવાસ કરી ગુજરાત હાઉસિંગ બોર્ડના શ્રી શાંતેશ્વર મહાદેવ મંદિર ખાતે પધારેલ હતી,
જેમાં આશરે 300 જેટલા યુવાનો, ભાઈઓ અને બહેનો જોડાયેલ હતા, જેનું આજે સવારે સ્વાગત કરવામાં આવ્યું, જે કાવડયાત્રાના સ્વાગત માટે સુરત મહાનગર સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટીના માજી ઉપપ્રમુખ અને ભારતીય રેલવે P A C કમિટીના મેમ્બર છોટુભાઈ પાટીલ, નરપતભાઈ દરબાર, પ્રકાશભાઈ ખૈરનાર, વિવિધ સમાજના આગેવાનો, વિવિધ NGO ના સભ્યો, ભાવિકભક્તો જોડાયા હતા.