બિઝનેસ

બે મેગા કાર્ગો ટર્મિનલના નિર્માણ અંગે દિન દયાળ પોર્ટ ઓથોરિટીની કોન્ફરન્સ સફળતાપૂર્વક સંપન્ન

દેશ-વિદેશના મૂડી રોકાણકારો, બિડર્સ અને સ્ટેક હોલ્ડર તરફથી બહોળો પ્રતિસાદ

પંડિત દિન દયાળ પોર્ટ ઓથોરિટી કંડલા(કચ્છ)ના ટુના-ટેકરા ખાતે કન્ટેનર ટર્મિનલ અને મલ્ટી
પર્પઝ કાર્ગો બર્થ એમ બે મેગા પ્રોજેક્ટ બનાવવા જઈ રહ્યું છે, ત્યારે આ અંગે સંભવિત મૂડી રોકાણકારો,
બીડર્સ અને સ્ટેક હોલ્ડર્સને સુયોગ્ય માહિતી પૂરી પાડવા માટે એક દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં
આવ્યું હતું.

મુંબઈની હોટેલ ત્રાઇડેન્ટ ખાતે ૧૮મી જૂલાઇના રોજ આયોજીત આ એક દિવસીય કોન્ફરન્સમાં
ખૂબ મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ અને વ્યાપાર સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.

બે કાર્ગો હેન્ડલિંગ ટર્મિનલના નિર્માણ માટે ચર્ચા-પરામર્શ કરવા માટેનો યોગ્ય મંચ આ કોન્ફરન્સે
પૂરો પાડ્યો છે. ૧૫૦થી વધુ ઉદ્યોગ સાહસિકો અને મૂડી રોકાણકારોએ આ કોન્ફરન્સમાં ભાગીદારી
નોંધાવી દીનદયાળ ઓથોરિટી સાથે વ્યાપક પરિસંવાદ કર્યો હતો. ઉપરાંત વિદેશના ૦૭ જેટલા મૂડી
રોકાણકારો અને ૦૨ દુતાવાસના પ્રતિનિધિઓ પણ આ કોન્ફરન્સમાં વર્ચુલ માધ્યમથી સહભાગી થયા
હતા.

તેઓએ દીનદયાળ ઓથોરિટીની સક્રિય કામગીરીને અને વિવિધ પહેલોને બિરદાવી હતી.
દિનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરપર્સન આઇ.એફ.એસ. શ્રી એસ. કે. મહેતાએ મેગા કાર્ગો હેન્ડલિંગ
ટર્મિનલના ફાયદા અને અગત્યના પાસાઓ વિશે વિસ્તૃત છણાવટ કરી હતી.

આ બે પ્રોજેક્ટ માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડલની હિમાયત કરતાં તેમણે કહ્યું કે, દીનદયાળ
પોર્ટ ઓથોરિટી વિકાસની ઉત્તમ તકો પૂરી પાડી રહી છે. મેરીટાઈમ સેક્ટર સાથે સંકળાયેલા તમામ ઉદ્યોગ
સાહસિકો, ઉદ્યોગપતિઓને આ પ્રોજેક્ટરના ટેન્ડરમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ અને દિનદયાળ પોર્ટ
ઓથોરિટી સાથે મળી દેશના વિકાસ અને વ્યાપાર વૃદ્ધિની યાત્રામાં સહભાગી બનવું જોઈએ.
મહેતાએ કોન્ફરન્સમાં આવેલા તમામ મૂડી રોકાણકારો અને હિતધારકોના સૂચનોને આવકાર્યા
હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, બે મેગા કાર્ગો હેન્ડલિંગ ટર્મિનલ BOT (બિલ્ડ, ઓપરેટ, ટ્રાન્સફર) બેઝિસ
પર પી.પી.પી. (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ)ના ધારાધોરણ મુજબ રૂ. ૫,૯૬૩ કરોડના ખર્ચે બાંધવામાં
આવશે. આ મહત્વકાંક્ષી પ્રકલ્પોના નિર્માણથી પ્રતિ વર્ષ ૨૦૦ મિલિયન મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન કરવાનું
લક્ષ્ય દીનદયાળ પોર્ટ ઓથોરીટિએ સેવ્યું છે.

દીનદયાલ પોર્ટ ઓથોરિટી વિશે:

દીનદયાલ પોર્ટની યાત્રા ૧૯૩૧માં મહારાવ ખેંગારજી દ્વારા આરસીસી જેટીના નિર્માણ સાથે શરૂ થઈ હતી. કંડલા,
જેને દીનદયાલ પોર્ટ ઓથોરિટી તરીકે પણ ઓળખવામાં આવે છે, એ ગાંધીધામ શહેરની નજીક, પશ્ચિમ ભારતમાં ગુજરાત

રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલું એક બંદર છે. કચ્છના અખાત પર સ્થિત, તે પશ્ચિમ કિનારે આવેલા મુખ્ય બંદરોમાંનું એક છે. ભારતના ભાગલા પછી પશ્ચિમ ભારતમાં સેવા આપતા મુખ્ય બંદર તરીકે કંડલા પોર્ટનું નિર્માણ ૧૯૫૦ના દાયકામાં કરવામાં આવ્યુંહતું. વિભાજન પછી, દીનદયાલ પોર્ટની સફળતાની ગાથા ચાલુ રહી, અને તે વર્ષ ૨૦૦૭-૦૮માં ભારતમાં નંબર ૧ મુખ્ય બંદર પર પહોંચ્યું અને ત્યારથી સતત ૧૫ વર્ષ સુધી તેનું સ્થાન જાળવી રાખ્યું.

૩૧.૦૩.૨૦૧૬ના રોજ, દીનદયાલ પોર્ટ એક વર્ષમાં ૧૦૦ MMT કાર્ગો હેન્ડલ કરીને ઈતિહાસ રચ્યો – આ
સીમાચિહ્ન હાંસલ કરનાર પ્રથમ મુખ્ય બંદર. બંદર બલ્ક અને બ્રેક બલ્કથી લઈને પ્રવાહી અને કન્ટેનર સુધીના તમામ મુખ્ય પ્રકારના કાર્ગોનું સંચાલન કરે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button