29મી જુલાઈના રોજ બોલિવૂડના સંજુબાબા ઉર્ફે સંજય દત્તના બર્થડે લાઈનઅપ સાથે સ્વેગને રજૂ કરો
આ જુલાઈ તૈયાર થઈ જાઓ, 101 ટકા શુદ્ધ ઉજવણી માટે ફક્ત ઝી બોલિવૂડ
આ જુલાઈના ઝી બોલિવૂડ તમારા માટે એક મનોરંજનની સુચી બનાવી રહ્યું છે, જેને તમે નકારી શક્તા નથી! ટેલિવિઝન પર 101 ટકા શુદ્ધ ફિલ્મી ડેસ્ટિનેશનને જોવા માટે તૈયાર થઈ જાઓ, એક લાંબા વિકેન્ડ માટે, જેની ઉજવણી, મસાલેદાર ડાયલોગ, ધાસુ સંગીત અને તમારા પસંદગીના સિતારાઓ તમને એક યાદોંમાં લઈ જશે!
સપ્તાહના અંતની ઉજવણીની શરૂઆત કરો એક ખાસ સ્પેશિયલ લાઈન-અપની સાથે જે મહાન સંજય દત્તને તેના જન્મદિવસ એટલે કે, 29મી જુલાઈ પર સમર્પિત છે, કેમકે તે આપણા ચહિતા સંજુ બાબા છે! ત્યારબાદ રોમાન્સ, પરંપરા/મૂલ્યોનું ક્લેશ અને એક સામાજિક સંદેશની સાથોસાથ પ્રેમરોગના 40 વર્ષોની ઉજવણી કરીએ છીએ. ત્યારબાદ તમારા આરામદાયી રવિવાર માટે તૈયાર છે, એક ધમાકેદાર એક્શન લઇને, આપણી પાસે ઉજવવા માટે છે, ખુદગર્ઝ જે 31મી જુલાઈના રોજ 35 ભવ્ય વર્ષોની ઉજવણી કરે છે.
બોલિવૂડના 101 ટકા શુદ્ધ સુપરસ્ટાર સંજય દત્તના 63મા જન્મદિવસની ઉજવણીની સાથે એક કિલર લાઈન-અપ જે 29મી જુલાઈના રોજ આખો દિવસ ઝી બોલિવૂડ પર ચાલશે. દિવસની શરૂઆતમાં તમ્મા તમ્મા લાંબાની સાથે થિરકાવશે સંજય દત્ત અને માધુરી દિક્ષિત અભિનિત થાનેદાર સવારે 8.45 વાગે. ત્યારબાદ જૂઓ સંજુ બાબા અને ગોવિંદાની મસ્તીભરી જોડીની સાથે કરિશ્મા કપૂર અને પૂજા બત્રાને હસીના માન જાયેંગીમાં સવારે 11.30 વાગે.
બપોરના જમવાની સાથે એક મસ્તીભરી ફિલ્મ એક ઔર એક ગ્યારાહ, જેમાં સંજય દત્ત, ગોવિંદા, જેકી શ્રોફ અને અમૃતા અરોરાને બપોરે 2.30 વાગે અને તૈયાર થઈ જાઓ અદ્દભુત સનડોનરની સાથે એક પ્રતિકાત્મક ફિલ્મ ખલનાયક, જેમાં સંજય દત્ત, માધુરી દિક્ષિત અને જેકી શ્રોફને સાંજે 6 વાગે.
રીત- રિવાઝ ઇન્સાન કી સહુલિયત કે લિયે બનાયે જાતેં હૈં, ઇન્સાન રીત- રિવાઝોં કે લિયે નહીં… આ સદાબહાર શબ્દો છે, એક સિનેમેટિક સામાજિક નાટકના જેમાં સ્વર્ગિય રિષી કપૂર અને પદ્મિની કોલ્હાપુરેના આકર્ષક પફોર્મન્સની સાથે છે, મહાન શમ્મી કપૂર, તનુજા, બિંદુ, સુષ્મા સેઠ અને રઝા મુરાદ અગ્રણી ભૂમિકામાં છે.
પ્રેમરોગના ભવ્ય 40 વર્ષની ઉજવણી તથા ક્રૂર સમાજ અને તેના જૂના ધોરણો સામે લડતા પ્રેમીઓની વાર્તા છે. તેના આકર્ષક ડાયલોગ અને રાજકપૂરનું વિચારતા કરી દેતું ડિરેક્શન છે, એટલું જ નથી પણ ફિલ્મને શ્રેષ્ઠ બનાવવામાં તેના સંગીતએ પણ એટલો મહત્વનો ભાગ ભજવ્યો છે કે, તે આજે પણ માણવા લાયક છે.તો ચાલો આપણે આ માસ્ટરપીસની 40 વર્ષની ઉજવણીને માણીએ, 30મી જુલાઈના રોજ સવારે 11 વાગે ફક્ત ઝી બોલિવૂડ પર.
જૂના દિવસોને યાદ કરતા, પદ્મિની કોલ્હાપુરે કહે છે, “પ્રેમરોગએ ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક યુગ નિર્માણ કરતી ફિલ્મ છે. આ બે નસીબ સામે લડતી પ્રેમકથા નથી, પણ તે સમયની ગ્રામિણ ભારતની વાસ્તવિક્તાનું પ્રતિબિંબ હતી. મનોરમાનું મારું પાત્રએ મુશ્કેલીમાં હોય એવી છોકરી કરતા, તે એવી મહિલાઓનો અવાજ હતી, જે લોકો પોતાની જાતે કંઈ બોલી શકતા ન હતા અને રાજ કપૂર સર જ આ બાબતને કવિતાની રીતે રજૂ કરી શકે છે.
મારું પાત્રએ એકદમ મસ્તીભરી મનોરમાનું હતું, તેની સાથે આપણી પાસે આપણા ચહિતા રિષી દ્વારા કરવામાં આવેલું દેવધરનું પાત્ર હતું જે એકદમ શાંત, નમ્ર અને સમજદાર હતું. એ પાત્ર તેમના માટે એકદમ નવું હતું. આજે આપણે આ ફિલ્મની 40 વર્ષની ઉજવણી કરીએ છીએ ત્યારે હું હજી પણ તેના વિશે કંઈક નવું શોધું છું અને ત્યારે મને લાગે છે કે, પ્રેમરોગમાં એટલું બધું છે કે, જેને ખરેખર એને માસ્ટરપીસ બનાવી છે.”
એક એવી ફિલ્મ જેને 35 વર્ષ થયા છે, પણ તે શક્તિશાળી સિતારાઓની સાથે નાટકને એક અલગ જ સ્તર પર લઈ ગઈ હતી, આકર્ષક સંગીત અને ઉત્કૃષ્ટ વાર્તાથી ખુદગર્ઝએ દર્શકોમાં તુરંત જ હિટ થઈ ગઈ હતી. ખુદગર્ઝની સાથે રાકેશ રોશનએ એક મહાન ડિરક્ટરની છાપ ઉભી કરી હતી. તે એવી સ્ક્રિપ્ટમાં માને છે જે, બ્લોકબસ્ટર બની શકે, રાકેશ રોશનએ કહ્યું હતું કે, જો આ વાત હકિકત બનશે તો તે માથું મુંડાવી નાખશે.
મહાન કલાકાર શત્રુધ્ન સિંહા, જિતેન્દ્ર, અમૃતા સિંઘ, ગોવિંદા, નીલમ કોઠારી અને કાદર ખાનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ખુદગર્ઝએ દરેક માટે એક અલગ જ પ્રકારની ફિલ્મ હતી. તો જોડાઓ, ખુદગર્ઝના 35 વર્ષની ભવ્ય ઉજવણીમાં 31મી જુલાઈ સવારે 11 વાગે ફક્ત ઝી બોલિવૂડ પર.
તો આ સપ્તાહને અંતે, ઝી ટીવીની સાથે તૈયાર થઈ જાઓ 101 ટકા શુદ્ધ મનોરંજનની ગેરંટી