એજ્યુકેશનએન્ટરટેઇન્મેન્ટ

“ઈટ્ટા કિટ્ટા” ફિલ્મ નું “ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ”માં પ્રમોશન

રોનક કામદાર અને માનસી પારેખ તેમજ જાનવી પ્રોડકશન ટીમ દ્વારા ફિલ્મ પ્રમોશન

સુરતઃ એક સરસ મજાની સ્ટોરી સાથે ગુજરાતી ફિલ્મ “ઇટ્ટા કિટ્ટા” 19 જાન્યુઆરી 2024 ના રોજ આવી છે. જેમાં દીકરી કે બાળકને દત્તક લેવાની હૃદયસ્પર્શી કથામાં દેખાશે અને સાથે સાથે સંબંધોના ઉતાર-ચડાવ પણ જોવા મળશે અને મજાની વાત એ છે કે આ ફિલ્મના કેટલાક અંશો “ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ”માં દિગ્દર્શન થયું છે. સૌથી ખુશીની વાત એ છે કે આમાં “ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ”ના વિદ્યાર્થીમિત્રો એ પણ ફિલ્મ શૂટિંગના પાત્રમાં ભાગ લીધો છે.

ત્યારે જાનવી પ્રોડકશન ટીમ દ્વારા ફિલમ ના ડાયરેક્ટર અભિન શર્મા અને મંથન પુરોહિતે “ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ” ઉગત અડાજણ ખાતે ઉપસ્થિત રહી વિદ્યાર્થી મિત્રોને ફિલ્મની વાર્તા અને પાત્રોથી માહિતગાર કર્યા હતા સાથે સાથે ફિલ્મના મુખ્ય કલાકાર રોનક કામદાર અને માનસી પારેખ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ફિલ્મમાં તેમની દીકરી નું પાત્ર ભજવનાર જિયા વૈદ્ય સાથે વિદ્યાર્થીમિત્રો અને શિક્ષકમિત્રોએ ચર્ચા કરી હતી.

અંતે રોનક કામદાર ,માનસી પારેખ તેમજ જિયા વૈદ્ય એ “ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ”ના વિદ્યાર્થી સાથે ગરબા લઈ વિદાઇ લીધી હતી.શાળાના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કિશનભાઈ માંગુકિયાએ તેમની ફિલ્મ “ઈટ્ટા કિટ્ટા” ખુબજ પ્રસંશા પામે અને લોકો આ ફિલ્મને પસંદ કરી સુપર ડુપર હિટ થાય તેવી શુભેચ્છા પાઠવાઈ હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button