એન્ટરટેઇન્મેન્ટલાઈફસ્ટાઇલસુરત

ભગવાન મહાવીર એસી ડોમ ખાતે જી નાઇન અને એપેક્ષ એન્ટરટેનમેન્ટ ગ્રુપ દ્વારા નવરાત્રીનું આયોજન

વર્લ્ડ બેસ્ટ એસીડોમ બેસ્ટ સાઉન્ડ સિસ્ટમ બેસ્ટ સિંગર બેસ્ટ કારપેટ ની ખેલૈયાઓ માટે વ્યવસ્થ

સુરત શહેરમાં નવરાત્રી આયોજનનું નામ આવે ત્યારે જી નાઇન અને એપેક્ષ એન્ટરટેનમેન્ટ ગ્રુપ ની નવરાત્રી જ યાદ આવે છે. સુરતમાં છેલ્લા 25 વર્ષથી હિરેન કાકડીયા અને કરણ શાહ જી નાઇન અને એપેક્ષ એન્ટરટેનમેન્ટ ગ્રુપ નવરાત્રીનું સફળ અને બિગેસ્ટ આયોજન કરતા આવ્યા છે. આ વર્ષે પણ નવા સ્થળે એસીડોમ ખાતે નવરાત્રી 2023 નું 15 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર 2023 10 દિવસ સુધીનું ભવ્ય આયોજન ભગવાન મહાવીર કોલેજ, સેકન્ડ વીઆઈપી રોડ, ભરથાના સુરત ખાતે કરવામાં આવ્યું છે.

સુરતમાં નવરાત્રિની ઝાકમઝોળ જોવા મળશે

કોરોના બાદ આ વખતની નવરાત્રિ સુરતમાં ખૂબ જ અલગ અને ઉત્સાહપૂર્વક ઉજવાતી જોવા મળી રહી છે. સુરતમાં થઈ રહેલા મોટા-મોટા નવરાત્રિ આયોજનોમાં આયોજકો દ્વારા ડેકોરેશનને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. જુદી જુદી થીમ પર આંખ અંજાવી દેતા ડેકોરેશન કરવામાં આવ્યા છે. સુરતમાં નવરાત્રિ આયોજન કિંગ તરીકે ગણાતા G-9 ગ્રુપે આ વખતે વિશેષ અને અલગ જ પ્રકારનું આયોજન કર્યું છે. જેમાં વિશાળ એસી ડોમ, પાર્કિંગ અને અલગ થીમ તૈયાર કરી આ આયોજન કરાયું છે. ત્યારે સુરતમાં જે રીતે ગરબાના મોટા આયોજનની સાથે જે રીતની થીમો તૈયાર કરવામાં આવી રહી છે તે જોતા આ વખતની સુરતની નવરાત્રિ ઝાકમઝોળ બની રહેવાની છે.

3 પ્રકારના તો અલગ અલગ ડોમ બનાવ્યા

આયોજક હિરેન કાકડીયા અને કરન શાહ એ જણાવ્યું હતું કે. આ વખતની અમારી નવરાત્રિ બીજા કરતાં ખૂબ જ અલગ અને વિશેષ છે. પ્રથમ વખત 1,60,000 સ્ક્વેર ફીટમાં આખું પ્લાનિંગ કરાયું છે. દોઢ લાખ વારમાં પાર્કિંગ બનાવાયું છે. ત્રણ પ્રકારના તો અલગ અલગ ડોમ બનાવ્યા છે. પ્રથમ વખત ખેલૈયાઓ માટે અલગથી કુત્રિમ રીતે વિશાળ એસી ડોમ તૈયાર કરાયો છે. એક અલગ પ્રકારનો જ ડેકોરેટિવ લૂક આપવામાં આવ્યો છે. નવરાત્રિના આયોજનની સાથે ડેકોરેશનને પણ ખૂબ જ વધારે મહત્વ આપવામાં આવ્યું છે. આ વખતના નવરાત્રિમાં 500 ફૂટની ડેકોર ડિઝાઇનની આખી વોલ ઉભી કરાઈ છે. 30 ફૂટની હાઈટના મોટા સ્ટ્રક્ચર ઉભા કરાયા છે. મેઈન ડોમની અંદર પ્રવેશ કરતાની સાથે જ 100- 100 ફૂટની વોટર બોડીઓ બનાવવામાં આવી છે. બાદ આગળ 45 સ્ક્વેર ફૂટમાં વિશાળ ઇલેક્ટ્રોનિક ટ્રી તૈયાર કરાયું છે. સાથે આખો ડોમ રાણી પિંક કલર થીમ પર તૈયાર કરવામાં આવ્યો છે. જે લૂકમાં ખૂબ જ રોયલ અને ડેનિમ બની રહે છે.

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરનો ક્રેઝ

આ વખતની નવરાત્રિમાં ડેકોરેશને વધારે મહત્વ આપવા પાછળ હિરેન કાકડિયા અને કરન શાહ એ જણાવ્યું હતું કે, હાલ યંગ કલ્ચરમાં સોશિયલ મીડિયાનો સૌથી વધુ ક્રેઝ વધી રહ્યો છે. લોકોને સોશિયલ મીડિયામાં રોયલ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી અપલોડ કરવામાં ખૂબ જ સરસ જોવા મળે છે. ત્યારે હાલના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરના ટેસ્ટને ધ્યાનમાં રાખીને ડેકોરેશન કરવામાં આવ્યું છે. જેમાં ડોમમાં પ્રવેશતાની સાથે જ કોઈ રાજમહેલમાં પ્રવેશ્યા હોવાની અનુભૂતિ ખેલૈયાઓ કરશે. જુદા જુદા પ્રકારના સેલ્ફી અને ફોટોગ્રાફી થઈ શકે તે પ્રકારનો આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રકારનું આયોજન અત્યારસુધી કોઈએ કર્યું નથી.

સિક્યોરિટી પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે

વધુમાં જણાવ્યું હતું કે, સિક્યોરિટી બાબતે પણ ખૂબ જ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. અંદર પ્રવેશવા માટે પહેલા ખેલૈયાઓએ મેટલ ડોરમાંથી પસાર થવું પડશે ત્યારબાદ હેન્ડ મેટલ આ ઉપરાંત આખા સમગ્ર ડોનની અંદર 100થી વધુ સીસીટીવી કેમેરા લાગ્યા છે. આ સાથે સુરતની વિશેષ એજન્સીના બાઉન્સરો પણ રાખવામાં આવ્યા છે.

ખેલૈયાની હેલ્થ સુરક્ષાનું ખાસ ધ્યાન રખાયું

હેલ્થ માટેની પણ વિશેષ સુવિધા અહીં ઊભી કરવામાં આવી છે. આઈ. સી. યુ. સાથેની વિશેષ એમ્બ્યુલન્સ 10 દિવસ સ્ટેન્ડ બાય રહેશે. 8 ડોક્ટરની આખી પેનલ તૈયાર કરાઈ છે. આ સાથે જીવન જરૂરિયાતની સામાન્ય બીમારીમાં લેવામાં આવતી દવાઓ જેવી બીપી, સુગર, તાવ, ઝાડા-ઊલટી કે માથાનો દુખાવો માટેની દવાઓનો સ્ટોક પણ અગાઉથી રાખવામાં આવશે. દસ દિવસ ખેલૈયાઓને વિનામૂલ્ય આપવામાં આવશે. આ ઉપરાંત રમતા રમતા કોઈ ખેલૈયાને ઈજા પહોંચે તે માટે ફર્સ્ટ એડ કીટ પણ રાખવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button