વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપના દિનની ગૌ દિવસ તરીકે ઉજવણી
ગૌ દિવસ નિમિતે શેરડી,મકાઈ અને જારનું નીરણ અને લીલા ચારો અનુદાન કરવામાં આવ્યું
સુરત : ભારત દેશમાં ગાય ને માતાનો દરજ્જો આપવામાં આવે છે ત્યારે વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપનાને 7 વર્ષ પૂર્ણ થવા નિમિતે આજ રોજ સુરતના વરાછામાં સ્થિત શ્રી રાધે ડેરી ફાર્મમાં આવેલ ગૌશાળામાં ગાયમાતાનું પૂજન કરી તેમને શેરડી,મકાઈ અને જારનું નીરણ અને લીલો ચારો ખવડાવી ઉજવણી કરવામાં આવી
તેમજ ગૌશાળાની તમામ ગૌવંશના એક દિવસના સંપૂર્ણ ચાર તથા નીરણનું અનુદાન કરવામાં આવ્યું હતું તથા ટ્રસ્ટી શ્રી ભુપતભાઈ સુખડીયા દ્વારા નક્કી કરવામાં આવ્યુંકે હવેથી દર વર્ષે ટ્રસ્ટના સ્થાપના દિવસને ‘ગૌ દિવસ’ તરીકે ઉજવામાં આવશે અને જેના અનુંસાધાનમાં દર વર્ષે આજના દિવસે ગૌસેવા પ્રવૃતિ કરી અનુદાન કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો
આમ વાસ્તુ ટ્રસ્ટ દ્વારા ગૌવંશની સેવાનો ઉમદા ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સંસ્થાના દ્વારા અવાર નવાર સમાજના વિવિધ લોકો માટે પણ સેવાકીય પ્રવુતિ કરવામાં આવે છે.