છેલ્લા 25 વર્ષોમાં લોકોએ રિયાને તેની અનોખી સુગંધ અને વિશ્વ કક્ષાની ગુણવત્તા માટે સ્વીકારી છે: આદિત્ય વિક્રમ ડાગા
રિયાની યાત્રા 1997ની છે, જ્યારે મારા પિતા શ્રી એનકે ડાગા અને શ્રી એલકે સોનીએ કોલકાતાથી 1 લાખ રૂપિયાની મૂડી સાથે બ્રાન્ડની શરૂઆત કરી હતી. જેનો ઉદ્દેશ્ય ભારતના દરેક ઘર સુધી અત્યંત લોકપ્રિય ભાવે વિશ્વ સ્તરના પરફ્યુમ પુરા પાડવાનો હતો. સ્થાપકોએ 2000માં દિલ્હીના સદર બજારમાં ભાડાની જગ્યા પર પોતાનાઆધારને સ્થાનાંતરિત કર્યો. 2000માં અમારી આવક 5 કરોડ હતી અને 2021માં અમે ભારતમાં નંબર 1 પરફ્યુમ બ્રાન્ડ બની ગયા છીએ.
રિયા હાઇપર લોકલ છે, અમે અમારી જાતને માત્ર મેટ્રો શહેરો પૂરતી જ સીમિત નરાખતા ટિયર 1, 2, 3 માર્કેટની જરૂરિયાતો અને સંવેદનશીલતા પૂરી કરી છે. જ્યારે રિયા આકર્ષક કિંમતે ઉપલબ્ધ છે, અમે તેની ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન કર્યું નથી. આ રિયાને માર્કેટની અન્ય બ્રાન્ડ્સથી અલગ બનાવે છે.
રસપ્રદ રીતે, અમે જાહેરાતમાં ક્યારેય એક પૈસો પણ ખર્ચ્યો નથી. ભારતના લોકોએ છેલ્લા 25 વર્ષોમાં રિયાને તેની અનોખી સુગંધ અને વિશ્વ કક્ષાની ગુણવત્તા માટે સ્વીકારી છે.
પરફ્યુમ એ અમારો વારસાગત વ્યવસાય છે અને હું એવા ઘરમાં ઉછર્યો છું, જ્યાં મારા પિતા પરફ્યુમ, તેની પ્રોસેસ તેમજ ગંધ અને સુગંધ સાથેના વિવિધ પ્રયોગો વિશે વાત કરતા હતા. હકીકતમાં, અમે બાળપણથી જ વિવિધ પરફ્યુમની સુગંધથી પરિચિત હોઇએ છીએ. જ્યારે હું મોટો થયો ત્યારે મેં પણ આ ક્ષેત્રમાં ઊંડો રસ લીધો. સત્તાવાર રીતે હું છેલ્લા ત્રણ વર્ષથી રિયા સાથે છું,પરંતુ આમ જુઓ તો હું છેલ્લા છ વર્ષથી રિયામાં કામ કરી રહ્યો છું અને બિઝનેસની વિવિધ બારીકાઇને શીખી રહ્યો છું.
જ્યારે હું 2019માં લંડન બિઝનેસ સ્કૂલમાંથી પાસ આઉટ થયો ત્યારે,અન્ય બહુરાષ્ટ્રીય કંપનીમાં કારકિર્દી શોધવાને બદલેમેં પરફ્યુમના પારિવારિક વ્યવસાયમાં જોડાવાનું પસંદ કર્યું. હવે,હું વ્યવસાયનું પુનર્ગઠન, વૈવિધ્યીકરણ અને વૃદ્ધિ કરવાની પ્રક્રિયામાં છું.
2019માં,અમે કોલકાતા અને નવી દિલ્હીમાં ઓફિસો સાથે રિયાને પુનર્ગઠન કરવા,વૈવિધ્યીકરણ કરવા અને બ્રાન્ડને વિકસાવવા માટે પર્પસ પ્લેનેટની સ્થાપના કરી. હાલમાં, અમે પરફ્યુમ, ડીઓડરંટ, રૂમ ફ્રેશનર્સ, એર ફ્રેશનર્સમાં છીએ.
કેરળ સિવાય અમે સમગ્ર ભારતમાં ઉપસ્થિત છીએ. જ્યાં અમે પહેલાથી જ ઉપસ્થિત છીએ, ત્યાં અમે અમારા વ્યવસાયને વધુ તીવ્ર બનાવીશું અને જ્યાં ટેપ કરવાનું બાકી છે, એવા ક્ષેત્રોમાં વિસ્તરણ કરીશું.
અમે અમારા વ્યવસાયમાં વિવિધતા લાવવા અને વિવિધ સેગમેન્ટ્સમાં પ્રવેશવાનું આયોજન કરી રહ્યા છીએ, જેને અમે સમયાંતરે જાહેર કરીશું. ઈકોમર્સ માટે પણ કેટલીક યોજનાઓ છે.
નીલ્સન આઇક્યૂ રિટેલ ઓડિટ રિપોર્ટ,જાન્યુઆરી-ડિસેમ્બર 2021 મુજબ ભારતમાં પરફ્યુમવ્યાપાર 790 કરોડની ઇન્ડસ્ટ્રી છે,જેમાં ઇ-કોમર્સનો સમાવેશ થતો નથી. ઈ-કોમર્સ સહિત 2025 સુધીમાં ઇન્ડસ્ટ્રી 1200 કરોડ થવાની ધારણા છે.
હા, રિયાની શરૂઆત માત્ર 1 લાખની મૂડીથી કરવામાં આવી હતી. આ એક વણવપરાયેલ અને અસંગઠિત બજાર હતું. મૂળભૂત રીતે,તે સ્થાપકો માટે સંપૂર્ણપણે અજાણ્યો પ્રદેશ હતો. તે સંપૂર્ણપણે તેમની કુદરતી પ્રવૃત્તિ હતી, જેણે તેમને પરફ્યુમ ક્ષેત્રમાં વ્યવસાય કરવા માટે માર્ગદર્શિત કર્યાં. 2000માં,રિયાએ દિલ્હીથી વિતરણ શરૂ કર્યું અને 5 કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું.
વીસ વર્ષોમાં, જ્યારે બ્રાન્ડ ભારતમાં નંબર 1 બની, ત્યારે કોવિડ રોગચાળાએ બિઝનેસને ફટકો માર્યો. મેં દેશના મોટા ભાગના ભાગોમાં પ્રવાસ કર્યો અને ભારતમાં પરફ્યુમની સ્થિતિ તેમજ અમારા વ્યવસાયને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો. તેણે અમને કેટલાક સારા પરિણામ આપ્યા. રોગચાળા હોવા છતાં,નાણાકીય વર્ષ 20-21 માટે અમારૂં ટર્નઓવર 80 કરોડ હતું.
અમે હવે 10.8%ના બજાર હિસ્સાનો આનંદ લઈ રહ્યા છીએ. 2025 સુધીમાં,અમે સ્વયંને કુલ બજાર હિસ્સાના 20% હિસ્સા પર કબજો જમાવવા તરફ જોઇ રહ્યાં છે.
અમે હાલમાં માત્ર ઑફલાઇન ઉપલબ્ધ છીએ. તેથી, તે 100% ઑફલાઇન છે. આ એક વ્યૂહાત્મક નિર્ણય છે, કારણ કે અમે અમારા સામાન્ય વ્યાપાર ચેનલ ભાગીદારો અને અમારા હાઇપર-લોકલ ભાવ સંવેદનશીલ ગ્રાહકો સાથે સંઘર્ષ ઊભો કરવા માંગતા નથી. જોકે,અગ્રણી પ્લેટફોર્મ પર રિસેલર્સ દ્વારા આડકતરી રીતે બ્રાન્ડ વેચવામાં આવે છે.
અમે જાહેરાત કરતા નથી; તેથી ગ્રાહક પ્રાપ્તિ ખર્ચ લગભગ શૂન્ય છે.
1. નીલ્સન આઇક્યૂ રિટેલ ઓડિટ રિપોર્ટ, જાન્યુઆરી-ડિસેમ્બર 2021 અનુસાર,રિયાને વેલ્યૂ શેર દ્વારા ભારતમાં પરફ્યુમ સેગમેન્ટ લીડર તરીકે પ્રમાણિત કરવામાં આવી હતી. અમને તેના વિશે કંઈક જણાવો.
નિલ્સન આક્યૂદ્વારા સતત ત્રીજા વર્ષે માર્કેટ લીડર તરીકે પ્રમાણિત થવાથી અમને આનંદ થાય છે.
વેલ્યૂના માધ્યમથી રિયાનો બજાર હિસ્સો છેલ્લા ત્રણ વર્ષમાં સતત વધ્યો છે.
YEC 2021માં MS મૂલ્ય 10.8% પર,તે અન્ય ટોચના ખેલાડીઓ કરતાં કથિત રીતે આગળ છે
છેલ્લા કેટલાક ત્રિમાસિક ગાળામાં અમારા પ્રતિસાદ અનુસારઅંતરિયાળ પ્રદેશ કેજ્યાં રિયાનું મજબૂત ધ્યાન છે, તેણે શહેરી ભારત કરતાં વધુ સારૂં પ્રદર્શન કર્યું છે.
રિયા પરફ્યુમ્સ એ ગુણવત્તાયુક્ત પરફ્યુમરી પ્રોડક્ટ્સ છે, જે નીલ્સન આઇક્યૂમુજબ પરફ્યુમ સેગમેન્ટમાં મૂલ્યના વેચાણમાં પ્રથમ ક્રમે છે, જે વૈશ્વિક માપદંડ અને ડેટા એનાલિટીક્સમાં ઉદ્યોગમાં અગ્રણી છે,તેમજ રિટેલ અને કસ્ટમર ઇન્ટિલિજન્સ માટે સૌથી વિશ્વસનીય સ્ત્રોત છે. રિટેલ ઇન્ડેક્સ સર્વિસ “ગ્રોસર્સ, જનરલ સ્ટોર્સ, કેમિસ્ટ્સ, કોસ્મેટિક સ્ટોર્સ, પાન પ્લસ સ્ટોર્સ અને મોડર્ન ટ્રેડ સ્ટોર્સ”ને આવરી લે છે.
છેલ્લા 2 મુશ્કેલ વર્ષોમાં ‘કોવિડ સ્ટ્રાઇક’ હોવાથીપરફ્યુમ્સ સહિતના તમામ વ્યવસાયોને અસર પહોંચી, તેમ છતાંઅમે વધુ સારૂં પ્રદર્શન કરવામાં સફળ રહ્યાં છે. કંપનીનું વર્તમાન ટર્નઓવર 80 કરોડછે. કંપની ખૂબ સારૂં કામ કરી રહી છે, અને સ્પર્ધકોની સરખામણીમાં આગળ વધીને કમાણી કરી રહી છે.