શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી સુરત પાંજરાપોળ- ઘોડદોડરોડ મુકામે એક અદભુત ચૌમુખજી પ્રતિમાનું નિર્માણ
અતિ પ્રભાવસંપન્ન, શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની 251મી સાલગીરીના પાવન અવસરે પાંચ દિવસના મહોસ્તવનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આજે અંતિમ એટલે કે પાંચમો દિવસ હતો. આ પાવન પ્રસંગે શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી સુરત પાંજરાપોળ- ઘોડદોડરોડ મુકામે એક અદભુત ચૌમુખજી પ્રતિમાનું નિર્માણ કરાયું હતું. જેનો હેતુ અબોલ જીવો પણ તે ભગવાનના દર્શન કરી પોતાના દુઃખોને દૂર કરી શકે. જેની પાવન પ્રતિષ્ઠા ભક્તિયોગાચાર્ય પરમ પૂજ્ય શ્રી યશોવિજયજી મ.સા.ના હસ્તે કરવામાં આવેલ હતી.
જેનો લાભ શ્રી ધાખા (ધાનેરા) શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘે લીધેલો હતો. આ ઉપરાંત શ્રી સહસ્ત્રફણા ટ્રસ્ટ દ્વારા પાંજરાપોળમાં સારુ દાન અપાયું હતું. તેમજ તેમના વિવિધ શેડો ઉપર તકતી અનાવરણનું પણ કાર્ય થયેલ હતું. શ્રી જૈન સંઘના તમામ શ્રેષ્ઠીવર્ય આ પાવન અવસરે સુરત પાંજરાપોળ મુકામે પધારી આ સુંદર કાર્યને વધારે અદભુત બનાવેલ હતો.