
સુરત: ભારતની અગ્રણી આરોગ્ય વીમા કંપનીઓ પૈકીની એકકેર હેલ્થ ઇન્શ્યોરન્સે અલ્ટીમેટ કેર લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે એક અદભુત હેલ્થ ઇન્શ્યોરન્સ છે. અલ્ટીમેટ કેર અણધારી મેડિકલ કટોકટીઓને સંબોધવા માટે રચાયેલ વ્યાપક લાભોને જોડે છે અને તમને સ્વસ્થ રહેવા બદલ પુરસ્કાર આપે છે. પોલિસીધારકો મનીબેક, લોયલ્ટી બૂસ્ટ, વેલનેસ ડિસ્કાઉન્ટ, ઇન્ફિનિટી બોનસ અને વધુ જેવા લાભો મેળવી શકે છે.
આ લોન્ચ અંગે ટિપ્પણી કરતા કેર હેલ્થ ઇન્શ્યોરન્સના ડિસ્ટ્રિબ્યુશન હેડ અજય શાહે જણાવ્યું હતું કે, અલ્ટીમેટ કેર સાથે, અમે ગ્રાહકોને તેમના સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રાથમિકતા આપવા સક્ષમ બનાવીને અદ્વિતિય નાણાકીય આરોગ્ય સુરક્ષા પૂરી પાડવા માટે એક નવું ધોરણ સ્થાપિત કરવાનો લક્ષ્યાંક રાખીએ છીએ, જેનાથી તેમને માનસિક શાંતિ મળે છે જેનાં તેઓ હકદાર છે.”
અલ્ટીમેટ કેર વ્યાપક આરોગ્ય કવરેજ પ્રદાન કરે છે, જેમાં મનીબેક ફીચરનો સમાવેશ થાય છે, જ્યાં પોલિસીધારકોને સ્વસ્થ રહેવા બદલ પુરસ્કાર આપવામાં આવશે. કંપની દર 5 ક્લેમ ફ્રી વર્ષ પછી પ્રથમ વર્ષનો બેઝ પ્રીમિયમ પરત કરશે. તેનું લોયલ્ટી બૂસ્ટ વધારાનું સમ ઇન્શ્યોર્ડ (SI) પ્રદાન કરે છે જે 7 ક્લેમ ફ્રી વર્ષ પછી પ્રથમ પોલિસી વર્ષના SI ની સમકક્ષ હોય છે, જ્યારે ઇન્ફિનિટી બોનસ લાભ સંચિત બોનસને મર્યાદિત કરતું નથી, દર વર્ષે SI નું 100% બોનસ પ્રદાન કરે છે, ક્લેમ કોઇપણ હોય – સતત પોલિસી રિન્યુઅલ સાથે અમર્યાદિત સમય.
વધુમાં, આ યોજના વેલનેસ ડિસ્કાઉન્ટ પ્રદાન કરે છે જે પોલિસીધારકોને હેલ્ધી ડેઝ પ્રોગ્રામ સાથે રિન્યુઅલ પ્રીમિયમ પર 30% સુધી ડિસ્કાઉન્ટનો આનંદ માણવા સક્ષમ બનાવે છે. નવા પોલિસીધારકો માટે પ્રીમિયમ પર 30% સુધીનું ડિસ્કાઉન્ટ આપતું વેલકમ ડિસ્કાઉન્ટ; પોલિસી સમયગાળામાં એક જ ક્લેમ માટે બહુ-વર્ષીય પોલિસીના વાર્ષિક સમ ઇન્શ્યોર્ડને જોડતું ટેન્યોર મલ્ટિપ્લાયર; પ્રથમ પોલિસી રિન્યુઅલ પર 250 રૂપિયાના બે ફાર્મસી વાઉચર સાથે સામાન્ય ખર્ચ દૂર કરવા માટે મેડી વાઉચર.