સીબીએસઈ બોર્ડ પરીક્ષામાં એલ. પી. સવાણી સ્કૂલનું શ્રેષ્ઠ પરિણામ
ધો.૧૨ના ૨૯ અને ધો.૧૦ ના ૫૦ વિદ્યાર્થીઓએ મેળવ્યો એ -૧ ગ્રેડ
સુરત: સીબીએસઈ દ્વારા શુક્રવારે ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડ પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ એલ.પી.સવાણી સ્કૂલના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ દેખાવ કરી શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. શાળાના ધોરણ ૧૨ના ૨૯ અને ધોરણ ૧૦ના ૫૦ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવ્યો છે. જ્યારે ધોરણ ૧૨ના ૯ વિદ્યાર્થીઓએ એવા છે કે જેમને અલગ-અલગ વિષયોમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ મેળવ્યા છે.
આ ઉપરાંત ધોરણ ૧૨ના ૬૩ વિદ્યાર્થીઓએ એ-૨ અને ૬૭ વિદ્યાર્થીઓએ બી-૧ ગ્રેડ મેળવ્યો છે. દક્ષ ભંડારીએ બીએસટી, એકાઉન્ટ્સ અને ગણિતમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ, કરણદીપ ગિર, અરહમ જૈન અને મુકુંદ કનોડિયાએ બીએસટીમાં ૧૦૦માંથી ૧૦૦, મોહિત તિલવાનીએ અકાઉટ્સમાં ૧૦૦માંથી ૧૦૦, સ્નેહા રાઠી, પ્રિસા ગુપ્તા, મોહિત દિલવાલી અને આયુષી કોટેદેએ ગણિત અને ઇમ્પી વિષયમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ મેળવ્યા છે.
આ ઉપરાંત ધોરણ ૧૦ના ૯૭ વિદ્યાર્થીઓએ એ-૨ ગ્રેડ, ૧૦૮ વિદ્યાર્થીઓએ બી-૧ ગ્રેડ અને ૭૩ વિદ્યાર્થીઓએ બી-૨ ગ્રેડ મેળવ્યો છે. શાળાનું ગૌરવ વધારનારા તમામ વિદ્યાર્થીઓએને શાળાના અધ્યક્ષ માવજીભાઈ સવાણી અને ઉપાધ્યક્ષ ધમેન્દ્રભાઈ સવાણીએ હાર્દિક અભિનંદન પાઠવવા સાથે જ ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.