
સુરતઃ ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજજરના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લામાં બાળ સંરક્ષણ માટે કામ કરતી સંસ્થાઓ અને એનજીઓ સાથે સમીક્ષા બેઠક મળી હતી. જેમાં સંસ્થાઓએ પોતાની કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો.
જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજજર અને આયોગના સચિવ ડી.ડી.કાપડીયાએ વિવિધ સંસ્થાઓ-એનજીઓ સાથે સુરત શહેર અને જિલ્લામાં સ્લમ વિસ્તારમાં રહેતા બાળકોના કલ્યાણ માટે ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિઓ, પોક્સો કેસોના ભોગ બનેલા બાળકોને સહાય પહોંચાડવા માટેની વ્યવસ્થાઓ, બાળમજૂરી નિવારણ માટેના પ્રયાસો તથા વ્યસનમુક્તિ માટેની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી.
અધ્યક્ષએ સુરત શહેરમાં બાળ સંરક્ષણના ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ અને એનજીઓ દ્વારા પ્રશંસનીય કામગીરી થઇ રહી હોવાનું જણાવી સહિયારા પ્રયાસોના પરિણામરૂપે અનેક બાળકોને ન્યાય અને સુરક્ષા મળી રહી છે. આવનારા સમયમાં પણ સંસ્થાઓ આ જ પ્રકારે કામગીરી કરતા રહે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.