ધર્મ દર્શન
શ્રી સંત ગજાનન મહારાજ પ્રગતદીન મહોત્સવ નિમિત્તે ઉધના વિસ્તારમાં ભવ્ય પાલખી સોહળા
શ્રી સંત ગજાનન મહારાજ પ્રગતદીન મહોત્સવ નિમિત્તે આજરોજ ઉધના વિસ્તારમાં ભવ્ય પાલખી સોહળા કાઢવામાં આવેલ. આજે સવારે ઉધનામાં આવેલ દક્ષિણ મુખી હનુમાન મંદિરમાંથી નીકળી વિવિધ વિસ્તારોમાં ફેરવી પાલખી સોહળાનું પૂર્ણ કરેલ. શ્રી સંત ગજાનંદ મહારાજ પાલખી મંડળ ના આયોજક રામ હરી મુંડેની અધક્ષતામાં આયોજિત આ પ્રસંગે સાંસ્કૃતિક રક્ષા સમિતીના અધ્યક્ષ આશિષ સુર્યવંશી સાથે સંસ્થાના અન્ય આગેવાનોએ હાજરી આપી પાલખીના દર્શનનો લાભ લીધેલ.