બિઝનેસ

સ્ટોક માર્કેટમાં ટ્રેડીંગ કરવા કરતા SIP અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું સહેલું અને સુરક્ષિત છે : નિષ્ણાત

સ્ટોક માર્કેટમાં લાંબા ગાળાનું રોકાણ જ ફાયદાકારક રહે છે

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ICAI ના સંયુકત ઉપક્રમે બુધવાર, તા. ૧૬ ફેબ્રુઆરી ર૦રર ના રોજ સાંજે પઃ૦૦ કલાકે ઝુમના માધ્યમથી ‘સ્ટોક માર્કેટઃ આજે અને આવતીકાલે’વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકતા તરીકે કોટક એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેકટર નિલેશ શાહે રોકાણકારોને મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

નિલેશ શાહે જણાવ્યું હતું કે, વિશ્વમાં થતી ઘટનાઓ સ્ટોક માર્કેટને અસર કરે છે. કોવિડ પછી ઓમિક્રોનની વર્તમાન પરિસ્થિતિ સ્ટોક માર્કેટને અસર કરે છે. રશિયા અને યુક્રેન વચ્ચેના તણાવના પગલે એક જ દિવસમાં માર્કેટ નીચે જતું રહયું હતું. જ્યારે બીજા જ દિવસે બંને દેશો વચ્ચેનો તણાવ ઘટી ગયાના સમાચાર ફેલાતા માર્કેટ ફરીથી ઉપર ગયું હતું. બજેટ અને જીડીપી ગ્રોથ પણ સ્ટોક માર્કેટને અસર કરે છે. જો કે, ક્રુડ ઓઇલના ભાવને કારણે સ્ટોક માર્કેટમાં ઘટાડો અને ઉછાળો વધારે જોવા મળતો હોય છે. ઓઇલની કિંમતોમાં વધારો થાય એટલે મોંઘવારી વધી જાય છે, રૂપિયાને અસર પહોંચે છે અને ગ્રોથ ઉપર નેગેટીવ ઇમ્પેકટ પડે છે.

ફોરેન ઇન્વેસ્ટર્સ અને ડોમેસ્ટીક ઇન્વેસ્ટર્સ દ્વારા રોકાણ અંગે થતી એકટીવિટી પણ સ્ટોક માર્કેટને અસર કરે છે. વિદેશી રોકાણકારો જ્યારે ખરીદીના મોડ પર આવે છે ત્યારે સ્ટોક માર્કેટ ઉપર જતું રહે છે અને જ્યારે વેચાણના મોડ પર આવે ત્યારે માર્કેટ નીચે જતું રહે છે. એક અંદાજ મુજબ, ફોરેન ઇન્વેસ્ટર્સનો વેચાણ મોડ જૂન ર૦રર સુધી યથાવત રહેશે. જો કે, ચોકકસપણે સ્ટોક માર્કેટમાં શું થશે ? તેના વિશે કશું કહી શકાય નહીં. કારણ કે, વિશ્વમાં ઓમિક્રોનની સ્થિતિ, રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ અને ક્રુડ ઓઇલની કિંમતો વિશે કોઇ સ્પષ્ટ અંદાજ લગાવી શકાય નહીં.

ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ઝડપી ગતિથી આગળ વધી રહયું છે. પાવરની અવેલેબિલિટી હાય થઇ રહી છે. રેલ્વેની સુવિધામાં ઝડપી વધારો થઇ રહયો છે. ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ થઇ રહયું છે તેમજ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં જે બદલાવ આવ્યો છે અને કેટલાક દેશો તેને અપનાવવા માટે મથી રહયાં છે. આ બાબતોને જોતા ભારત માટે પરિસ્થિતિ અનુકુળ દેખાઇ રહી છે. વિદેશ જતા રહેનારા આઇઆઇટી અને આઇઆઇએમના વિદ્યાર્થીઓ હવે ભારતમાં જ રહીને નવા નવા ઉદ્યોગો શરૂ કરી રહયાં છે.

આ વર્ષે ભારતનું મેન્યુફેકચરીંગ ગુડ્‌સ એકસપોર્ટ ૪૦૦ બિલિયન યુએસ ડોલર રહેશે. સોફટવેર એકસપોર્ટ ર૦૦ બિલિયન ડોલર રહેશે. રેમીટન્ટ્‌સ ૯૦ બિલિયન ડોલર તથા અન્ય સર્વિસ એકસપોર્ટ પ૦ બિલિયન ડોલર રહેશે. કેટલાક વર્ષોમાં અન્ય સર્વિસ એકસપોર્ટ અને મેન્યુફેકચરીંગ ગુડ્‌સ એકસપોર્ટ એકસરખા થઇ જશે. હાલમાં કેપીટલ માટેની આ સુવિધા આખા ભારતને બદલી રહયું છે. આગામી દસ – પંદર વર્ષમાં ભારત ખૂબ જ ઝડપી ગતિથી ડેવલપ થઇ જશે. આ બધી બાબતો વિદેશી રોકાણકારોને ભારતમાં રોકાણ કરવા માટે સુવર્ણ તક ઉભી કરે છે. જેની સીધી અસર સ્ટોક માર્કેટ ઉપર પડશે.

ભારતમાં વર્ષ ર૦૧૪ માં મોબાઇલફોન પ્રોડકશન વેલ્યુ ર૬ હજાર કરોડ હતી. જે એક જ વર્ષમાં વધીને ર૦૧પ માં ૯૦ હજાર કરોડ થઇ હતી. વર્ષ ર૦ર૧ માં મોબાઇલફોન પ્રોડકશન વેલ્યુ ર લાખ ર૦ હજાર કરોડની છે. સાઉથ કોરીયા અને વિયેતનામની તુલનામાં ભારતમાં આ સેકટર વધારે રોજગારી આપી રહયું છે. હવે મોબાઇલફોન પ્રોડકશન સેકટરની જેમ ઓટોમોબાઇલ, ઓટો કોમ્પોનન્ટ અને સોલાર પેનલ જેવા અન્ય સેકટરો પ્રગતિના પંથે આગળ વધી રહયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્ટોક માર્કેટમાં ટ્રેડીંગ કરવા કરતા એસઆઇપી અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું સહેલું અને સુરક્ષિત છે. એમાં પણ લાંબા ગાળાનું રોકાણ જ ફાયદાકારક રહે છે.

ચેમ્બરના માનદ્‌ મંત્રી દીપક કુમાર શેઠવાલાએ વેબિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરની કેપીટલ એન્ડ કોમોડિટી માર્કેટ કમિટીના ચેરમેન અયુબ યાકૂબઅલીએ વેબિનારનું સંચાલન કર્યું હતું. કમિટીના એડવાઇઝર કેતન દલાલે વકતા નિલેશ શાહનો પરિચય આપ્યો હતો. અંતે કમિટીના એડવાઇઝર હેમંત દેસાઇએ સર્વેનો આભાર માની વેબિનારનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button