શ્રીમતી એલ.પી.સવાણી વિદ્યાભવનના વિદ્યાર્થીઓ એ પોલીસ મિત્ર બની કરી ટ્રાફિક કંટ્રોલ અને ટ્રાફિક અવેરનેસ ડ્રાઇવ

સુરત અડાજણ સ્થિત શ્રીમતી.એલ. પી.સવાણી વિદ્યાભવન અને પોલીસ કમિશનર કચેરીના સહયોગી ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે શાળામાં Traffic Awareness Drive કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર ના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ આયોજિત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ટ્રાફિકના સિગ્નલ, ટ્રાફિક સાઈન, સિમ્બોલ અને ટ્રાફિકના દરેક નિયમોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી.
ટ્રાફિકની જાણકારી માટે, અકસ્માત ના કારણો અને તેના નિવારણ અંગે નું પ્રદર્શન પણ શાળામાં ગોઠવવામાં આવ્યું જેમાં ડી.સી.પી.- પ્રશાંત સુંબે ,એ.સી.પી.- એમ.એચ.ઠાકર અને પી.આઈ.- બી.સી. સોલંકીના નેજા હેઠળ વિદ્યાર્થીઓને ટ્રાફિક મિત્ર જેકેટ પહેરીને, ટ્રાફિક અવેરનેસના બેનરો , ટ્રાફિક ઈન્ડિકેટર સ્ટીક નો ઉપયોગ કર્યો અને ટ્રાફિક અવેરનેસ ડ્રાઇવ અંતર્ગત ટ્રાફિક મેનેજમેન્ટ કેવી રીતે કરવું, જાહેર રોડ પર કેવી રીતે ભીડ અને વાહનોને કંટ્રોલ કરવા, કેવી રીતે અકસ્માત નિવારણ કરી શકાય તથા જનહિતને અકસ્માતથી કેવી રીતે બચાવી શકાય તેનું પ્રેક્ટિકલ નોલેજ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ પણ સાચા અર્થમાં પોલીસના મિત્ર બનીને સ્વયં ટ્રાફિક નિયમન કર્યું અને ભીડને કાબુમાં કરી બતાવી.
સમાજ અને રાષ્ટ્ર માટેની ફરજ અદા કરતા સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમર અને તેમની સમગ્ર ટીમ જ્યારે શાળામાં ઉપસ્થિત હતી ત્યારે વિદ્યાર્થીઓ પોતાના આંતરિક કૌશલ્યને ખીલવી શક્યા અને શીખ્યા કે કારકિર્દીના વિવિધ ક્ષેત્રોમાંથી જો પોલીસ બનવું હોય તો મહેનત કરો કેમકે કિસ્મત સૌને મોકો આપે છે પણ મહેનત સૌને ચોંકાવી દે છે. મહેનતથી ભરપૂર પ્રયાસના ભાગરૂપે સુરત શહેરમાં સારામાં સારું ટ્રાફિક મેનેજમેન્ટ થાય તે હેતુસર આયોજિત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ટ્રાફિક મેનેજમેન્ટ કરીને ટ્રાફિક અવેરનેસ ડ્રાઇવનું પ્રેકટીકલ પ્રદર્શન કર્યું.
આવા અનોખા પ્રયાસ માટે શાળાના ચેરમેન માવજીભાઈ સવાણી આને વાઇસ ચેરમેનશ્રી ધર્મેન્દ્ર સવાણીએ પોલીસ કમિશનર અજયકુમાર તોમર અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા અને ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓના કૌશલ્યનો વિકાસ થાય તેવા સમાજ ઉપયોગી અને રાષ્ટ્રીય ભાવના કેળવાય તેવા કાર્યક્રમો કરવા માટે તૈયારી બતાવી અને પોલીસ કમિશનર કચેરીનો આભાર માન્યો.
આ કાર્યક્રમમાં સંચાલક ધવલ શિંગાળા તથા શાળાના આચાર્ય સૂર્ય મોહન્તી , ઉર્વી પટેલ અને પ્રતિમા સોનીએ મહત્વની ભૂમિકા ભજવી અને વિશેષ માર્ગદર્શન અને યોગદાન પૂરું પાડ્યું.