જી.ડી.ગોએન્કા ઈન્ટરનેશનલ સ્કુલમાં છોકરીઓ માટે સેલ્ફ ડિફેન્સ વર્કશોપ નું આયોજન
સુરત પોલીસ ડિપાર્ટમેન્ટ ના સહયોગથી છોકરીઓ માટે સેલ્ફ ડિફેન્સ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું
સુરત શહેર પોલીસ દ્વારા શહેરની તમામ શાળાઓમાં વિદ્યાર્થિનીઓ તેમજ મહિલાઓ માં સ્વરક્ષા વિશે જાગૃતિ આવે તે માટે ‘સ્વ RAKSHA અભિયાન – સશક્ત નારી સશક્ત સમાજ’ ની શરૂઆત કરવામાં આવી છે. જેનું ઉદ્દઘાટન જી.ડી.ગોએન્કા ઈન્ટરનેશનલ સ્કુલ, સુરત ખાતે કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપમાં મેયર હેમાલી બોધાવાલા, પોલીસ કમિશનર અજય તોમર, એમ. એલ. એ. ઝંખનાબહેન પટેલ,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પટેલ, એ.ડી.સી.પી. – ટ્રાફિક એન્ડ ક્રાઇમ શરદભાઈ સિંઘલ, છોટુ પાટીલ, જી.ડી.ગોએન્કા સ્કુલના ટ્રસ્ટી પર્વતભાઈ કાકડિયા ડાયરેક્ટ ઓપરેશન્સ સેજલ ઠક્કર અને પ્રિન્સિપાલ ડો. શિલ્પા ઇંદોરીયા ઉપસ્થિત રહ્યા હતા.
વર્કશોપ ના શરૂઆતમાં ‘સ્વ RAKSHA અભિયાન – સશક્ત નારી સશક્ત સમાજ’ ના લોગોનું અનાવરણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય ડો. શિલ્પા ઇંદોરીયાએ પ્રેરણાત્મક પ્રવચન દ્વારા કાર્યક્રમનો આરંભ કર્યો. ત્યારબાદ મેયર હેમાલીબહેને તેમજ ઝંખનાબહેને ખૂબ જ જુસ્સાભેર મહિલા સશક્તિકરણ અંગે રજૂઆત કરી હતી. પોલીસ કમિશનર અજય તોમર સાહેબે વાસ્તવિક જીવનના ઉદાહરણો આપી વિદ્યાર્થિનીઓને સ્વરક્ષા અંગે સચોટ જાગૃતિ આપી. આ વર્કશોપ માં સેલ્ફ ડિફેન્સ ટ્રેનરર્સ પામીર શાહ અને વિસ્પી ખરાડીએ સ્વરક્ષણ માટેના ઉપાયોનું નિદર્શન કર્યું હતું.