WICCI ની મહિલા સભ્યોની આર્મી ચીફ સાથે મુલાકાત યોજાઈ
WICCI ( વિમેન ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ્ટ્રીઝ ) એ આજરોજ ૧૩ એપ્રિલના રોજ ગાંધીનગર મુકામે સુરત ચેપ્ટરની મહિલા સભ્યોની ભારતના *આર્મી ચીફ મનોજ નરવણે સાથે મુલાકાતનું આયોજન કર્યું.
આર્મી ચીફ સાથે મુલાકાત યોજવામાં આવી જેમાં સંસ્થાની મહિલા સભ્યોએ શ્રી મનોજ નરવણેને WICCIની કામગીરી અંગે વિસ્તૃત જાણકારી આપી માહિતગાર કર્યા. WICCI સુરત અને ચીફ વચ્ચે વિપુલ માત્રામાં વિચારોની આપલે થઈ ને સૌને ઘણું નવું નવું શીખવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
ચર્ચાની મુખ્ય ઉપલબ્ધિ એ રહી કે આર્મી અને આર્મી સાથે સંલગ્ન ક્ષેત્રોમાં નોકરીની કેવી તકો છે અને યુવાનોને (ખાસ કરીને યુવતીઓને) તે માટે કેવી રીતે પ્રેરિત કરી શકીએ એના વિશે સૌ મહિલાઓને માહિતીપ્રાપ્તિ થઈ.
ઉપરાંત નરવણેએ સૌને સુંદર સંદેશ આપ્યા કે
There is No “I “ when it comes to “Team Work”. અને જીવનમાં કંઈક હાંસલ કરવા વ્યક્તિએ હંમેશા પોતાના જુસ્સાને અનુસરવું જોઈએ. આવી અનેક વાતોથી આર્મી ચીફશ્રીએ સૌ મહિલાઓને પ્રોત્સાહિત કરી પ્રેરણાદાયી વાતો કરી.
મહિલાઓએ women army chief ને પણ આમંત્રિત કરી તેમની કારકિર્દી અને સિદ્ધિઓ જાણવાની અને WICCI વિશે તેમને પણ માહિતી આપવા તત્પરતા વ્યક્ત કરી. ભારતના આર્મી ચીફ મનોજ નરવણે સાથેની આજની મુલાકાત માં WICCI સુરત ચેપ્ટરનાં પ્રેસિડેન્ટ શ્રીમતી રિંકલ જરીવાળા, વાઇસ પ્રેસિડેન્ટ શ્રીમતી સુનિતા નંદવાની, સેક્રેટરી ફોરમ મારફતીયા, કોર કમિટી મેમ્બર પૂર્વી દલાલ
અને નેહા દોશી હાજર રહ્યાં.
WICCI સુરત ચેપ્ટરની આર્મી ચીફ મનોજ નરવણે સાથેની આજની મીટિંગ સંસ્થા માટે એક બેન્ચમાર્ક સમી એક ફળદાયી સિદ્ધિ છે.