બાળકો અને શિક્ષકોને અનાજની કીટ અને મોમેન્ટો આપીને સેન્ટ માર્કસ સ્કૂલ નો 26 મો સ્થાપના દિવસ ઉજવાયો
અડાજણ સ્થિત સેન્ટ માર્કસ હાયર સેકન્ડરી સ્કૂલ નો 26 મો સ્થાપના દિવસ ૧૩મી એપ્રિલના રોજ ઉજવાયો હતો. સ્કૂલના વ્યવસ્થાપક અને પ્રિન્સિપાલ પી વી એસ રાવે જણાવ્યું કે 13 એપ્રિલ 1996ના રોજ અમે અડાજણ વિસ્તારમાં સેન્ટ માર્કસ ઇંગ્લીશ મીડીયમ સ્કુલની સ્થાપના કરી હતી. તે સમયે આ વિસ્તારમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ ખૂબ ઓછી હતી. તેથી અમે વ્યાજબી ફી માં બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે માટે ઇંગ્લીશ મીડીયમ સ્કુલ શરૂ કરી હતી.
અમારી શાળામાં અભ્યાસ કરીને ગયેલા વિદ્યાર્થીઓએ જીવનમાં ખૂબ પ્રગતિ કરી છે. કેટલાક વિદ્યાર્થીઓ ડોક્ટર, એન્જીનીયર, વકીલ, પ્રોફેસર, બેન્કર બન્યા છે. અનેક વિદ્યાર્થીઓ પોતાના પરિવાર સાથે વિદેશમાં સેટલ થયા છે. સેન્ટ માર્કસ સ્કૂલમાં અભ્યાસ કરેલા 400 વિદ્યાર્થીઓ દર વર્ષે ઉચ્ચ કારકિર્દીના ક્ષેત્રોમાં જાય છે.
આ બાળકો શાળાના આચાર્ય પી વી પએસ રાવના આશીર્વાદ લેવા માટે નિયમિત શાળાએ આવે છે. તાજેતરમાં આ શાળાનો એક વિદ્યાર્થી જોઈન્ટ કલેકટર બન્યો છે. સેન્ટ માર્કસ ગ્રુપ કોલેજ અને યુનિવર્સિટી લેવલનું શિક્ષણ આગામી ભવિષ્યમાં આપે તેવું વ્યવસ્થાપકો નું ભવિષ્યનો લક્ષ્યાંક છે.
શાળાના 26મી સ્થાપના દિન નિમિત્તે ગરીબ બાળકો અને શિક્ષકોને અનાજની કીટ શાળા તરફથી આપવામાં આવી હતી અને 10 થી 20 વર્ષથી શાળામાં જે શિક્ષકો જોડાયેલા છે તેવા શિક્ષકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકોએ આ તબક્કે જણાવ્યું કે સંચાલકો તરફથી શિક્ષકોને પૂરતો સહકાર મળે છે.
અમે વિદ્યાર્થીઓને કઠોર પરિશ્રમ કરીને લક્ષ્યાંકો હાંસલ કરવાની પ્રેરણા આપે છીએ. બોર્ડની પરીક્ષાનો શાળાનું પરિણામ ખૂબ જ સારું આવે છે. શાળામાં પર્સનાલિટી ડેવલપમેન્ટ, યોગા, ડાન્સ, રમત ગમત સહિતની પ્રવૃત્તિઓ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને સ્પોકન ઇંગ્લિશના ક્લાસ કરાવવામાં આવે છે.
કેટલીક અંગ્રેજી માધ્યમની શાળાના વિદ્યાર્થીઓને અંગ્રેજી બોલવામાં ખૂબ તકલીફ પડે છે. તેથી અમારી શાળામાં ઓપન ઇંગ્લિશ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. અન્ય શાળાઓની તુલનામાં સેન્ટ માર્કસ સ્કૂલમાં ફી પણ ખૂબ ઓછી છે. શાળા સંચાલક નો ઉદ્દેશ દેશના દરેક નાગરિકને શિક્ષિત કરવાનો છે. દેશનો એક પણ બાળક શિક્ષણથી વંચિત રહેવું જોઈએ નહીં.