લાઈફસ્ટાઇલસુરત

ફેશનની દુનિયા સાથે સંકળાયેલા લોકોનું ખાદી કેરિયર પ્લેટફોર્મ બની શકે છે : ગૃહરાજ્યમંત્રી

ખાદી મેળામાં ૧૦૦થી સ્ટોલમાંથી ખાદી તેમજ ગ્રામોદ્યોગ વસ્તુઓ તા: ૧૫ ઓક્ટોબર સુધી ખરીદવાની સુવર્ણતક

સુરતઃ ખાદી સાથે સંકળાયેલ કારીગરોને રોજગારી મળી રહે તે માટે ખાદી ફોર નેશન અને ખાદી ફોર ફેશનની થીમને પ્રોત્સાહન આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા ખાદી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ૨જી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે સુરતના અડાજણના હનીપાર્ક ખાતે ખાદી વેચાણ સહ પ્રદર્શનને ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ખાદી મેળામાં ૧૦૦થી વધુ સ્ટોલમાંથી ખાદી તેમજ ગ્રામોદ્યોગની ચીજ વસ્તુઓના  તાઃ૧૫ ઓક્ટોબર સુધી ખરીદી શકાશે. આ ખાદી મેળામાં ગૃહરાજ્યમંત્રી, મેયર દક્ષેશભાઈ માવાણી, સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન રાજનભાઈ પટેલ સહિતના હોદ્દેદારોએ ખાદીની ખરીદી કરી શહેરીજનોને ખાદી ખરીદવાનું અનુરોધ કર્યો હતો.

આ અવસરે ગૃહરાજ્યમંત્રી હર્ષસંઘવીએ જણાવ્યું હતું કે, ગાંધીજીના જન્મદિન નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા ખાદી ગ્રામોદ્યોગ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય માંથી અલગ અલગ જિલ્લાઓમાંથી ખાદી ભંડારના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. *ખાદી આજની યુવા પેઢીની નવી ફેશન બની છે ત્યારે ખાદીના વેચાણમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. વડાપ્રધાનની અપીલથી અને ગાંધીજીના વિચારોથી યુવાનો પણ ખાદી ફેશનને અપનાવી રહ્યા છે. ખાદીની ફેશનને દેશથી દુનિયા સુધી પહોંચાડવામાં સફળતા મળી છે. ખાદી જોડે મળીને ફેશન બનાવવી આજના સમયની સૌથી મોટી માંગ છે.

વધુમાં ગૃહમંત્રીએ ઉમેર્યું કે, ખાદીની જીવન જરૂરીયાત વસ્તુઓની સાથે સાથે હવે ખાદી માંથી યુવા પેઢી પોતાની પસંદગીના જીન્સ પણ બનાવી રહ્યા છે. જીન્સના વેચાણની માંગ વિદેશો વધતી જાય છે. ખાદી આજના જનરેશનનું સૌથી મોટુ ડેસ્ટિનેશન બન્યું છે. ફેશનની દુનિયા સાથે સંકળાયેલા લોકોનું ખાદી કેરિયર પ્લેટફોર્મ બની શકે છે. પૂજ્ય બાપુના વિચારોને અનુસરીને ખાદી ભંડાર માંથી પોતાની યથાશક્તિ મુજબ ખાદી ખરીદી કરવાનો અનુરોધ કર્યો હતો.

નોંધનીય છે કે, ગુજરાત રાજ્યની ખાદી અને પોલીવસ્ત્રના ઉત્પાદનની કામગીરી સાથે સંકળાયેલ સંસ્થા તેમજ મંડળીઓના કારીગરો દ્વારા ઉત્પાદિત થયેલ ઘર સુશોભિત, ખાદીની ૩૦થી ૪૦ વસ્તુઓ, આસન, શેતરંજી, રેશમ પટોળા, ઉની સ્વેટર, જર્સી, શાલ તેમજ ખાદીના વિવિધ રેડીમેઈડ ગારમેન્ટ, સુતરાઉ ખાદી, પીઆઈ પોલી વસ્ત્ર ખાદી, અલગ અલગ ડિઝાઈનમાં વુલન જેકેટ, મફ્લર, ટોપી, ગ્રામોદ્યોગ દ્વારા તૈયાર કરાયેલ સાબુ, સ્પે, અગરબત્તી, તેલ, લાકડા માંથી બનાવેલ હસ્તકલાની ચીજવસ્તુઓની ખરીદીની સુવર્ણતક સુરતીઓને સાપડી છે.

ભારત સરકારના (પીએમઇજીપી) પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ અંતર્ગત સહાય મેળવી ઊભા થયેલ એકમોના કારીગરોએ વેચાણ સહ પ્રદર્શન મેળામાં સહભાગી બન્યા હતા. આ મેળામાં ખાદી વેચાણના ૭૫ સ્ટોલ તેમજ ઈએમઇજીપી દ્વારા તૈયાર કરાયેલી વસ્તુઓના વેચાણના ૩૦ સ્ટોલ છે. ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા ખાદી માટે માન્ય સંસ્થા, મંડળી, કાંતનાર કે વણનાર કારીગરો દ્વારા રાજ્યમાં ઉત્પાદિત થતી ખાદી અને પોલીવસ્ત્રના ઉત્પાદનની કિંમત ઉપર ૨૦ ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય આપવામાં આવશે.

આ ખાદી મેળામાં ડે.મેયર નરેન્દ્રભાઈ પાટીલ, શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠી, દંડક ધર્મેશભાઈ વાણિયાવાલા, સાંસ્કૃતિક સમિતિના ચેરમેન સોનલબેન દેસાઈ, પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, પૂર્વ સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન પરેશભાઈ પટેલ, કોર્પોરેટર, અધિકારીઓ, ખાદી ગ્રામોદ્યોગથી લલીતભાઈ શાહ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

-00-

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button