પાલ- ઓમકારસૂરી આરાધના ભવનમાં ત્રિદીવસીય સાધુ-સાધ્વીજી ભગવંતો માટે વાચના શ્રેણીનું આયોજન થયું
જર્મનીમાં ફસાયેલી જૈન અરિહા ભારત પરત આવે તે માટે જૈન સાધુ-સાધ્વી ભગવંતોએ હાકલ કરી
પાલ ઓમકારસૂરી આરાધના ભવનમાં પ.પૂ.આ. ભ. શ્રી અશોકસાગર સૂરિ. મ.સા., પ.મૂ. આ.ભ. શ્રી સાગર ચંદ્રસાગર સૂરી મ.સા., પ.પૂ. આ.ભ. શ્રી નયચંદ્રસાગર સૂરી મ.સા., પ.પૂ. આ.ભ. શ્રી સૌમ્યચંદ્ર સાગર સૂરી મ.સા, પ.પૂ. આ.ભ.શ્રી વિવેકચંદ્ર સાગર સૂરિ મ.સા, પ.પૂ. આગમચંદ્રસાગરજી, પ.પૂ. પદ્મચંદ્રસાગર આદિ 50 થી વધુ સાધુ ભગવંતો
તેમજ 200 જેટલા અલગ અલગ સમુદાયના સાધ્વીજી ભગવંતો જેવા કે સાગર સમુદાય, નેમીસૂરિ સમુદાય, નીતીસૂરિ સમુદાય, પ્રેમ ભુવનભાનુ સમુદાય, રામસૂરી ડહેલાવાળા સમુદાય, ભક્તિસૂરિ સમુદાય, કલાપૂર્ણસૂરિ સમુદાય, ધર્મસૂરિ સમુદાય, ઓમકારસૂરિ સમુદાય, વિક્રમસૂરિ સમુદાય, રાજેન્દ્રસૂરિ ક્લીકુંડવાળા સમુદાય જેવા 12 થી વધુ સમુદાયના સાધ્વીજી ભગવંતો ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં તેમને જૈન બાળકી અરિહા જર્મનીમાં ફસાઇ છે તેને જર્મનીથી ભારત પરત લાવવામાં આવે તે માટે નમસ્કાર મહામંત્રનો જાપ કરાવ્યો હતો. પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોના જાપ દ્વારા એ જલ્દીથી પરત આવે અને પોતાના મા-બાપની ઇચ્છા પૂરી થાય અને જલ્દીથી મા-બાપને દીકરી ભારતમાં પરત મળે.
સાથે સાથે આજે ત્રિદીવસીય વાચના ઉત્સવમાં પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને તમામ ટ્રસ્ટીઓ દ્વારા અક્ષતથી વધામણા કરવામાં આવ્યા હતા અને દીપપ્રાગ્ચ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તમામ પૂજ્ય ગુરુ ભગવંતો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું કે જર્મનીમાં ફસાયેલી જૈન દીકરી અરિહાને ભારત પરત લાવામાં આવે આ માટે ઉચ્ચ સ્તરે રજૂઆતો રાજકીય રીતે સમાજીક રીતે કરવામાં આવી છે અને જલ્દીથી આનો ઉકેલ આવશે એમ કરતાં પણ ઉકેલ નહી આવે તો શાંતીપૂર્ણ રીતે રાજકીય દબાણ લાવીને રજૂઆતો કરવામાં આવશે. એવું ટ્રસ્ટી અને જૈન અગ્રણી શ્રી સુરેશભાઇ શાહે જણાવ્યું હતું.
ત્રિદીવસીય વાચના શ્રેણીમાં જૈન સંઘોની એકતા થાય અને શાસનનો જય જયકાર થાય તે હેતુથી તેમજ પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોનું શ્રમણ-શ્રમણી જીવન આચારમપ રીતે પળાય તે માટેની હીતશીક્ષાઓ આપવામાં આવી હતી.