સ્પોર્ટ્સ

રાષ્ટ્રીય કક્ષાએ સ્વીમીંગમાં સ્થાન મેળવી રેડીએન્ટ ઇન્ટરનેશનલ શાળાને ગૌરવ અપાવતા તેમના બાળકો

કોઈ પણ કાર્ય કરવા મહેનત કરવી પડે છે. બેઠા-બેઠા કે વિચારતા-વિચારતા સફળતા મળતી નથી.આવી જ ઉદ્યમતા સાથે ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ CBSE માધ્યમના વિદ્યાર્થીઓ ક્રિશવ પટેલ, તાશા મોદી, દેવર્ષ ટેલર, શ્રેયા સારંગ સ્વીમીંગ ક્ષેત્રમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. આ તમામ વિદ્યાર્થી સ્વીમીંગ ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામેલ છે. તે માટે તેમની સખત પ્રેક્ટિસ તેમજ કોચનું માર્ગદર્શન શ્રેષ્ઠ ગણાવ્યું છે.

માત્ર 13 થી 5 વર્ષની ઉંમરે રાષ્ટ્રીય સ્વીમીંગ ક્ષેત્રે પસંદગી પામનાર સુરત જીલ્લાના વિદ્યાર્થીઓ છે. આ ઝળહળતી સિદ્ધિમાં સફળતાના પ્રથમ સોપાન તેમણે માત્ર 5 વર્ષની ઉંમરથી સ્થાપવાનું ચાલુ કરેલ હતું. આ સમયગાળા દરમિયાન તેમણે તાલુકા કક્ષાએ, રાજય કક્ષાએ – 70 થી વધુ સિલ્વર મેડલ તેમજ ગોલ્ડ મેડલ મેળવ્યા છે.

આ તમામ વિદ્યાર્થી મિત્રોએ ખાસ કરીને ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજીંગ ડિરેક્ટરશ્રી કિશન માંગુકિયા, કેમ્પસ ડિરેક્ટરશ્રી આશિષ વાઘાણી, આચાર્યશ્રી તુષાર પરમાર, સ્પોર્ટ કોચ સુકેતુ સોલંકી સરનો ખૂબ આભાર માન્યો હતો. આ બધા જ દ્વારા અભ્યાસની સાથે સ્પોર્ટક્ષેત્રે આ તમામ વિદ્યાર્થી પાછળ ન રહી જાય તેનું સખત ધ્યાન આપતા હતા.

તેમજ શાળાના પ્રમુખશ્રી રામજીભાઈ માંગુકિયા દ્વારા આ વિદ્યાર્થીઓને આર્થિક સહાય સાથે આ બાળકને રાષ્ટ્રીય કક્ષાએ તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કોઈ પણ પ્રકારની કચાશ નહી રહે તેવી તેમના માતા-પિતાને રજૂઆત કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button